મેરઠ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર

‘રામાયણ’ના રામ અરૂણ ગોવિલ છે 38 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક

India, Entertainment | 28 March, 2024 | 04:52 PM
1977માં ફિલ્મ ‘પહેલી’થી કારકિર્દી શરૂ કરનાર અરૂણ ગોવિલે ર0રરમાં 60 લાખ રૂપિયાની લકઝરી કાર ખરીદી હતી
સાંજ સમાચાર

નવી દિલ્હી : દુરદર્શનની ‘રામાયણ’ સિરિયલમાં ભગવાન રામની ભૂમિકા ઘેર ઘેર લોકપ્રિય થયેલા અભિનેતા અરૂણ ગોવિલને ભાજપે મેરઠ લોકસભાની બેઠક પર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ખુલાસા મુજબ અરૂણ ગોવિલ 38 કરોડ રૂપિયાની સંપતિના માલિક હોવાનું બહાર આવ્યું છે. 

અરૂણ ગોવિલનો જન્મ 12 જાન્યુઆરી 1958ના રોજ મેરઠ જિલ્લામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ શાહજહાંપુરમાં વીત્યું હતું. અરુણ ગોવિલે રામાયણ સિવાય ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ તેમને સૌથી વધુ પ્રસિદ્ધિ રામાયણથી મળી. આજે તેઓ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે. અરૂણ ગોવિલ પાસે કેટલી પ્રોપર્ટી છે અને રામાયણના એક એપિસોડ માટે તેઓ કેટલા પૈસા લેતા હતા તે બહાર આવ્યું છે.

અરૂણ ગોવિલે રામાયણ પછી ઘણી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. તે દૂરદર્શનની સીરિયલ ‘વિક્રમ ઔર વૈતાલ’થી લઈને તાજેતરની ફિલ્મો ‘OMG-2’ અને ‘આર્ટિકલ 370’માં જોવા મળી ચૂક્યા છે.

રામાયણના પહેલા વર્ષ 1979માં ગોવિલે બે ફિલ્મો ‘સાવન કો આને દો’ અને ‘સાંચ કો આંચ નહીં’માં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. તેમની પહેલી ફિલ્મ 1977માં રિલીઝ થયેલી ‘પહેલી’ હતી. આ પછી તેણે ‘લવ કુશ’, ‘સસુરાલ’, ‘શિવ મહિમા’, ‘ગંગા ધામ’, ‘જુદાઈ’, ‘જિયો તો ઐસે જિયો’, ‘રાધા ઔર સીતા’, ‘મુકાબલા’, ‘હુકુસ બુકસ’ જેવી ઘણી ફિલ્મો પણ કરી હતી.

અરૂણ ગોવિલે પ્રારંભિક શિક્ષણ મેરઠ, યુપીથી મેળવ્યું હતું. આ પછી તેણે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. આ પછી અરૂણ થિયેટર અને એક્ટિંગની દુનિયામાં આવ્યા. વર્ષ 1975માં અરૂણ મુંબઈ આવ્યા અને તેના ભાઈ સાથે રહેતા હતા. આ પછી તેને વિક્રમ વૈતાલનો શો મળ્યો અને પછી રામાયણમાં રામનો રોલ મળ્યો.

મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરીએ તો અરૂણ ગોવિલ તે જમાનામાં રામાયણના એક એપિસોડ માટે 51,000 રૂપિયા ચાર્જ કરતા હતા. રામાયણ સિરિયલમાં કુલ 81 એપિસોડ હતા. તે મુજબ તેમને આ આખી સિરિયલ માટે 40 લાખ રૂપિયાથી વધુની રકમ મળી હતી.

અહેવાલો અનુસાર, અરૂણ ગોવિલની કુલ સંપત્તિ 38 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. વર્ષ 2022માં તેણે લગભગ 60 લાખ રૂપિયાની લક્ઝરી કાર પણ ખરીદી છે. અભિનય ઉપરાંત તેઓ જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj