હું હવે સ્મોકીંગ પસંદ કરતી નથી, પણ મને ધુમાડાની ગંધ પસંદ છે!: વિદ્યા

India, Entertainment | 27 April, 2024 | 04:03 PM
કોલેજના દિવસોમાં હું સ્મોકર્સની બાજુમાં બેસવાનું પસંદ કરતી હતી: એક્ટ્રેસ
સાંજ સમાચાર

મુંબઇ,તા.27
કેટલાક પાત્રો એવા હોય છે જે એક્ટર્સની જિંદગી પર અમિટ છાપ છોડી જાય છે. વિદ્યા બાલનની સાથે પણ કંઇક આવું જ થયું હતું. ફિલ્મ ‘ધી ડર્ટી’ પિક્ચરમાં પોતાના પાત્રને જીવંત બનાવવા માટે વિદ્યા બાલને તેની કેટલીક આદતોને પોતાની રોજબરોજની જિંદગીમાં પણ વણી લીધી હતી. પણ આ કારણે વિદ્યા ફિલ્મ પછી પણ અસલ જિંદગીમાં પણ સ્મોકીંગ કરવા લાગી હતી.

એક ઇન્ટરવ્યુમાં વિદ્યાએ જણાવ્યું હતું કે, તે શરૂઆતમાં ઓન સ્ક્રીન સ્મોકીંગ કરવામાં હિચકિચાટ અનુભવતી હતી, પણ ફિલ્મના શૂટીંગ દરમ્યાન તેને સિગારેટની લત લાગી ગઇ હતી.

વિદ્યાએ ખુલાસો કર્યો હતો કે હું સ્મોકીંગ કરવું જાણતી હતી, પણ વાસ્તવમાં હું સ્મોકીંગ નહોતી કરતી પણ એક કેરેક્ટર તરીકે, આપ તેની નકલ ન કરી શકો, મારામાં તે હિચકિચાટ નહોતો થઇ શક્તો, કારણ કે સ્મોકીંગ કરનારી મહિલાઓના બારામાં એક નિશ્ર્ચિત ધારણા હોય છે.

વિદ્યા બાલને જણાવ્યું હતું કે, ‘ધી ડર્ટી’ પિક્ચર બાદ તેને સ્મોકીંગની લત લાગી ગઇ હતી અને તે રોજની બે થી ત્રણ સિગારેટ પીતી હતી.

વિદ્યા બાલનને પૂછવામાં આવ્યું કે, શું તે હજુ પણ સ્મોકીંગ કરે છે, તો બોલી- નહીં પણ મને ધુમાડાની ગંધ પસંદ છે ત્યાં સુધી કે મારા કોલેજના દિવસોમાં બસ સ્ટોપ પર પણ હું એવા લોકોની બાજુમાં બેસતી હતી, જે સ્મોકીંગ કરતા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિદ્યા હાલમાં ફિલ્મ 1981માં ‘દો ઔર દો પ્યાર’માં કામ કરી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj