પશ્ચિમ બંગાળની બીરભૂમ બેઠક પર ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ

India, Politics, Lok Sabha Election 2024 | 26 April, 2024 | 05:47 PM
પૂર્વ આઇપીએસ અધિકારી નોડ્યુ સર્ટીફીકેટ રજુ ન કરી શકતા ઉમેદવાર પત્રક રદ થયું
સાંજ સમાચાર

કોલકત્તા, તા.26
સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું તો પશ્ચિમ બંગાળમાં ભાજપની ટીકીટ પર ચૂંટણી લડી રહેલા પૂર્વ આઇપીએસ અધિકારી દેવાશીષ ધરનું ફોર્મ રદ થયું છે. આઇપીએસ તરીકેની નોકરી છોડીને તેઓ ભાજપની ટીકીટ પર પશ્ચિમ બંગાળની વિરભૂમ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

તેઓએ ગત મહિને રાજીનામુ આપ્યું હતું અને તે સ્વીકારી લેવામાં આવ્યું હતું પરંતુ તેઓ જ્યારે ફરજ પર હતા તે સમયે સરકારી આવાસના ઉપયોગ બદલ જે ભાડુ ચૂકવવાનું હોય તે નહીં ચુકવતા તેમને નોડ્યુ સર્ટીફીકેટ નહીં મળતા તેમનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું હતું.

તે રીતે ભાજપને પશ્ચિમ બંગાળમાં એક મોટો આંચકો લાગ્યો છે જો કે ભાજપે તેને મમતા સરકારનો રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ભાજપે જો કે મમતા આ રીતે કોઇ ચાલ ચાલશે તેવી ગણતરી હતી.

તેથી આ બેઠક પર એક અન્ય મજબૂત ઉમેદવાર દેવતનુ ભટ્ટાચાર્યને ઉતાર્યા હતા અને તેમને હવે પક્ષના ઉમેદવાર તરીકે મેન્ડેડ આપી દીધું છે અને આ રીતે ભાજપ આ બેઠક પર ચિત્રમાં રહેશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj