નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

બજારમાં મળતું સ્પ્રે શરબત પીધા બાદ ચાર વર્ષનો બાળક બેભાન થઈ ગયો : તત્કાલ સારવારમાં ખસેડાયો

Saurashtra | Rajkot | 27 April, 2024 | 03:40 PM
◙ મોરબી રોડ જકાતનાકા પાસે ફિલ્ડ માર્શલની વાડી નજીક રહેતા ડેનિશ તન્નાએ ઘર પાસેની પાન-પિપરમેન્ટની દુકાનેથી સ્પ્રે શરબત ખરીદ્યું હતું
સાંજ સમાચાર

◙ બેભાન બાળકને તત્કાલ તેના પિતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં નવી ઝનાના હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે

 

રાજકોટ, તા.27
બજારમાં મળતી કોઈ પણ પ્રોડક્ટ આંખો બંધ કરીને તમારા બાળકોને ન આપવો. કારણે કે, બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોરબી રોડ જકાતનાકા પાસે ફિલ્ડ માર્શલની વાડી નજીક રહેતા ડેનિશ તન્નાએ ઘર પાસેની પાન-પિપરમેન્ટની દુકાનેથી સ્પ્રે શરબત ખરીદ્યું હતું. બેભાન બાળકને તત્કાલ તેના પિતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં નવી ઝનાના હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે.

બનાવની વિગત મુજબ, ડેનિશ મનોજભાઈ તન્ના (ઉ.વ.4 રહે- જકાતનાકા મોરબી રોડ ફિલ્ડ માર્શલની વાડી સામે) નામનો બાળક રમવાના રમકડામાં આવતો સરબત પી જતાં તબીયત લથડી હતી. બાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેની વધુ સારવાર ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે તેના પિતા મનોજભાઈ તન્નાએ જણાવ્યું કે, ગત રોજ પોતાનાં ઘર નજીક આવેલ પાન-પિપરમેન્ટની દુકાનેથી તેનો પુત્ર ડેનિશ સ્પ્રે શરબત લાવ્યો હતો. જેમાં પીવાના સરબત જેવું આવે છે. તે સરબત પીધાં બાદ બાળકની તબીયત લથળી હતી. બાળક બેભાન જેવો થઈ જતાં તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર હેઠળ છે. ત્યાર બાદ પિતાએ તે દુકાને જઈ તે રમકડામાં રહેલ સરબત પોતે ચાખ્યું હતું. જે પિતા એક દમ ખાટુ અને ફીણ જેવું લાગ્યું હતું.

પિતાએ તુરંત આ શરબત ડબ્બીની આખી બરણીનો નાશ કરવા દુકાનદારને જણાવ્યું હતું અને હવે કોઈ પણ બાળકને આવું પ્રોડક્ટ ન વેચવા કહ્યું હતું. મનોજભાઈએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે, તેના પુત્રની હાલ સારવાર ચાલુ છે. તે સ્વસ્થ થયા પછી આ અંગે જે કંઇ કાયદેસર કાર્યવાહી થતી હશે તે હાથ ધરશે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj