ગ્રીનવિલે (અમેરિકા), તા.27
અમેરિકામાં પુરઝડપે જતી કાર ઓવર પાસ સાથે અથડાઇને ફોરલેન કુદીને ઝાડ સાથે અથડાતા આ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના કમકમાટી ભર્યા મોત થયા છે.
આ અંગેની વિગત મુજબ અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા મુળ આણંદ જિલ્લાના કાવિઠા ગામના રેખાબેન દિલીપભાઇ પટેલ, સંગીતાબેન ભાવેશભાઇ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઇ પટેલ સહિત ચાર મહિલાઓ એટલાન્ટાથી ગ્રીન વિલા સાઉથ કેરોબીનામાં જઇ રહ્યા હતા.
દરમ્યાન કાર ઓવર પાસ સાથે અથડાઇ હતી અને ટ્રાફિકાની ચાર લેન વટાવીને ઝાડીમાં 20 ફૂટ ઉંચા ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ઉપરોક્ત ત્રણેય મહિલાના મોત થયા હતા.
જ્યારે એક મહિલા ગંભીર ઘાયલ થઇ હતી. આ બનાવની જાણ કવિઠા અને વાસણા બોરસદ પહોંચતા સ્વજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy