સેન એન્ટોનિયો પોલીસ દ્વારા ધરપકડ વખતે ગોળીબારમાં મૂળ ભારતીયનું મોત

India, World | 26 April, 2024 | 05:19 PM
સાંજ સમાચાર

ન્યુયોર્ક, તા.26
સેન એન્ટોનિયોમાં પોલીસ દ્વારા ગોળી વાગતાં મૂળ ભારતીય 42 વર્ષીય સ્કિન સાહુનું મોત થયું હતું. જયારે પોલીસ તેને ગંભીર કેસમાં પકડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેણે અધિકારીઓના વાહનને ટક્કર મારી હતી.  ગત તા. 21 એપ્રિલે પોલીસ અધિકારી ટાયલર ટર્નરે ગોળી માર્યા બાદ ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સાહુ મૂળ ઉત્તર પ્રદેશનો હતો. 

જોકે, સૂત્રોનું કહેવું છે કે, તે અમેરિકાનો નાગરિક હોઈ શકે છે. સેન એન્ટોનિયો પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે 21 એપ્રિલના રોજ, આશરે 6:30 વાગ્યે, અધિકારીઓને ચેવિઓટ હાઇટ્સ, સાન એન્ટોનિયોમાં ઘાતક હથિયાર વડે હુમલાના અહેવાલ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેઓને એક 51 વર્ષીય મહિલા મળી હતી. જેને ઈરાદાપૂર્વક વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી.

સાહુ પર હુમલાનો આરોપ હતો. તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પીડિતાને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તે જ સમયે પોલીસે સાહુ માટે મીરપટારી વોરંટ જારી કર્યું હતું. ઘણા કલાકો વીતી ગયા પછી પડોશીઓએ પોલીસને જણાવ્યું કે, સાહુ ઘરે પાછો ફર્યો છે. માહિતી મળતા જ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને બે અધિકારીઓને તેના વાહનથી ટક્કર મારી હતી. આના પર એક અધિકારીએ સાહુને ગોળી મારી દીધી, જેના કારણે તેનું મોત થયું. ઈમિગ્રેશન અધિકારીને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એકને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. અથડામણ દરમિયાન અન્ય કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે જણાવ્યું કે હજુ તપાસ ચાલુ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj