બહુચર્ચિત ફિલ્મ રામાયણ સતત ચર્ચામાં છતાં કોઈ જાણતુ નથી કે શૂટિંગ કયાં થઈ રહ્યું છે

India, Entertainment | 27 April, 2024 | 04:48 PM
દશરથ-કૈકેયી બાદ રણવીર કપૂર-સાઈ પલ્લવીની રામ-સીતાની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ
સાંજ સમાચાર

મુંબઈ,તા.27
નિર્દેશક નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ’રામાયણ’ સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં રણબીર ભગવાન રામ અને સાઈ માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના સેટ પરથી ઘણા કલાકારોની તસવીરો સામે આવી છે.

જ્યારે હવે રણબીર અને સાઈની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં બંને સ્ટાર્સ ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકામાં જોવા મળે છે. શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે તેની કોઈને ખબર નથી.

દર્શકો નિતેશ તિવારીની ’રામાયણ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકો ફિલ્મ સંબંધિત દરેક અપડેટ જાણવા આતુર છે. ત્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જોકે, શૂટિંગ ક્યાં થઈ રહ્યું છે તે હજુ સુધી કોઈને ખબર નથી. તે જ સમયે, ફિલ્મના ઘણા કલાકારોની તસવીરો સામે આવી છે.

સમાચાર અનુસાર, લાઇ દત્તા આ ફિલ્મમાં કૈકેયીની ભૂમિકા ભજવતી જોવા મળશે. દરમિયાન, ટીવીના રામ, અરુણ ગોવિલ ફિલ્મમાં દશસ્થની ભૂમિકા ભજવશે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. રામ-સીતાના રોલમાં રણબીર-સાઈ સારા લાગી રહ્યા છે.

દશસ્થ અને કૈકેયી બાદ હવે ભગવાન રામ અને માતા સીતાની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. રામની ભૂમિકામાં રણબીર અને સીતાના રોલમાં સાઈ. હાલમાં આ તસવીરો અંગે કોઈ માહિતી સામે આવી નથી.

રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આ તસવીર શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી કે લુક ટેસ્ટ માટે તે જાણી શકાયંપ નથી. બંને કલાકારોની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. રામ અને સીતાની બંને ભૂમિકામાં સૌમ્યતા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj