Astrology

Daily

મકર

મહેનતનું ફળ મળવાનું છે,  સવા૨ ક૨તા સાંજ વધુ સા૨ી જવાની આવકનું પ્રમાણ જળવાઈ ૨હે.

Weekly

મકર

મકર રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં સાતમા સ્થાનનો સ્વામી ચંદ્ર સ્વગૃહી બળવાન બનીને પસાર થઇ રહ્યો છે.સાતમું સ્થાન બળવાન બનતા દામ્પત્યજીવનમાં મધુર સમયનો આનંદ પ્રાપ્ત કરી શકો. ભાગીદારો દ્વારા લાભદાયક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. જાહેરજીવનમાં સંપર્કોમાં વધારો થઇ શકે.સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને પાંચમા સ્થાનમાં પ્રવેશે છે.કોઇ સભા કે મંચ ઉપર અગ્રેસરનું સ્થાન શોભાવી શકો. માન-સન્માનમાં વધારો શક્ય બને. જો કે અહીં નિરાશાવાદી વલણ ફગાવીને ઉત્સાહજનક રીતે કાર્ય કરવું જરૂરી બનશે. આઠમા સ્થાનમાં ચંદ્ર સપ્તાહના મધ્યભાગમાં ગેસ-અગ્નિ, ઈલેક્ટ્રિક તથા વાહનોથી તકેદારી રાખવાનું સૂચવે છે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ નવમા સ્થાન પરથી થશે. નવીન વિચારો તથા નવા આઈડિયા કર્મક્ષેત્રે અમલમાં મૂકી શકાય.અહી ચંદ્ર કેતુ સાથે રહીને ભાગ્યસ્થાનમાં ગ્રહણ યોગ રચશે. કોઈપણ કરારમાં બંધાતા પહેલાં તમામ બાબતોનો વિચાર કરીને આગળ વધવું.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj