Astrology

Weekly

કર્ક

કર્ક રાશિના જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં રાશિપતિ ચંદ્ર પોતાની રાશિમાં બળવાન થઈને પરિભ્રમણ કરી રહ્યો છે. જે અગત્યના નિર્ણયો દ્વારા સફળતા પ્રાપ્તિ તરફ લઈ જઈ શકે.ઉત્સાહપૂર્વક પરિશ્રમ કરી શકો. સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બીજા સ્થાન પરથી થશે. ભોજનમાં ઠંડા પદાર્થોથી પરેજી કેળવવી.કલાકાર વર્ગને લાભદાયી તક પ્રાપ્ત થઈ શકે. ધન સ્થાનનો અધિપતિ સૂર્ય આ સપ્તાહ દરમિયાન તારીખ 14 મે થી રાશિ પરિવર્તન પામીને આગિયારમા સ્થાનમાં પ્રવેશશે. ધનેશનું અહીં લાભસ્થાનમાં પરિભ્રમણ આર્થિક બાબતો અંગે સારા નિર્ણયો લેવડાવી શકે છે.ઉછીના વ્યવહારોથી બચવું. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો.આકસ્મિક આર્થિક વ્યવહાર ધાર્યા બહારનો લાભ આપી શકે. સપ્તાહના અંત ભાગમાં ત્રીજા સ્થાનનો ચંદ્ર નાની મુસાફરી યાત્રા ફળદાયી બનાવી શકે.પરંતુ અહી સમય મર્યાદામાં કાર્યો પૂર્ણ કરવાનો પડકાર રહે. ભાઈ ભાંડુ સાથેના વિવાદોમાં સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ ગણાય.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj