સિંહ રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન ધન તથા લાભ સ્થાનનો સ્વામી બુધ તારીખ 10 મે થી રાશિ પરિવર્તન પામીને મેષ રાશિમાં નવમા સ્થાનમાં પ્રવેશે છે. વ્યવસાયિક પરિસ્થિતિમાં સુધારો અનુભવી શકો. આત્મવિશ્વાસ બુલંદ બનતો જણાય. વ્યક્તિત્વનો વિકાસ થઈ શકે. મિલકતને લગતા વ્યવહારો લાભદાયક નિવડી શકે. ભાગ્ય ઉન્નતિ તથા કર્મ ક્ષેત્રે પ્રગતિ માટેની નવીન તકો પ્રાપ્ત કરી શકો. આઠમા સ્થાનમાં રહેલા મંગળ તથા રાહુ પરથી પસાર થતો ચંદ્ર પાલતુ જનાવરોથી સાવચેતી રાખવાનું સૂચવે છે. ઝડપી વાહન ડ્રાઇવિંગ ત્યજવું ઈચ્છનીય ગણાશે. બારમા સ્થાનનો સ્વામી ચંદ્ર આ સપ્તાહની શરૂઆતમાં મેષ રાશિમાં રહેલા શુક્ર પરથી પસાર થતાં નાની પિકનિક દ્વારા હળવાશ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકો. દશમે રહેલા ગુરુ પરથી ચંદ્ર પસાર થતા સપ્તાહ મધ્યભાગમાં કાયદાકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. સપ્તાહના અંતભાગમાં ચંદ્રનું પરિભ્રમણ અગિયારમા સ્થાન પરથી થશે. શેરબજાર દ્વારા નાણાંકીય લાભ પ્રાપ્ત કરી શકો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy