Astrology

Weekly

કન્યા

કન્યા રાશિ જાતકો માટે નવા સપ્તાહની શરૂઆતમાં અગિયારમાં સ્થાનનો સ્વામી ચંદ્ર પોતાના સ્થાન પરથી પરિભ્રમણ કરીને સ્વગ્રહી બળવાન બની રહ્યો છે. જેથી આર્થિક શુભ ફળ પ્રાપ્ત કરી શકો. આ સપ્તાહ દરમિયાન બારમા સ્થાનનો સ્વામી સૂર્ય તારીખ 14 મે થીરાશિ પરિવર્તન પામીનેભાગ્ય સ્થાનમાં પ્રવેશી રહ્યો છે. અહીં કર્મક્ષેત્રે પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે મહેનતમાં વધારો કરવો જરૂરી બનશે. વધુ ઝડપી પ્રગતિ માટે અયોગ્ય પગલાઓ ઉપાડવા નહીં. આપેલા વચનને સમયસર પરિપૂર્ણ કરવાથી પ્રતિષ્ઠામાં વધારો પ્રાપ્ત કરી શકો.સપ્તાહના મધ્યભાગમાં ચંદ્રનું પરિભ્રમણ બારમા સ્થાન પરથી થશે. મુસાફરી યાત્રામાં અજાણ્યા વસ્તુ, સ્થળોથી સાવચેતી રાખવી ઇચ્છનીય ગણાશે. સપ્તાહના અંત ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ પ્રથમ સ્થાન પરથી થશે. અહી ચંદ્ર કેતુ સાથે રહીને દેહ ભુવનમાં ગ્રહણ યોગ રચશે. અયોગ્ય કાર્ય આયોજન દ્વારા માનસિક તણાવ ઉદ્દભવી શકે.

Latest News
Gujarat News
Saurashtra News
Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj