Astrology

Weekly

ધન

ધન રાશિ જાતકોને નવા સપ્તાહની શરૂઆતમાં તારીખ 23 એપ્રિલ થી પાંચમા સ્થાનનો અધિપતિ મંગળ ચોથા સ્થાનમાં પ્રવેશશે. જુના આર્થિક રોકાણો ફળદાયી વળતર આપી શકે. સંતાનોનીસમસ્યાના ઉકેલ માટેનો પ્રયત્ન સફળ બનતો જણાય. લાભ સ્થાનનો અધિપતિ શુક્ર તારીખ 24 એપ્રિલથી પાંચમા સ્થાનમાં ભ્રમણ કરશે. મિલકત વિષયક અટકેલા કાર્યો પૂર્ણ બનતા જણાય. અન્ય વ્યક્તિની સહાયતા દ્વારા વતનના કોઈ પેન્ડિંગ કાર્યો પૂર્ણ બનાવી શકો. સપ્તાહની શરૂઆતમાં કર્મસ્થાનમાં રચાતો ગ્રહણયોગ સ્વપ્રતિષ્ઠા તરફ ધ્યાન આપવાનું સૂચવે છે.કલાઇન્ટ્સ તેમજ વ્યવસાયિક સંકળાયેલા લોકોને આપેલા કમિટમેન્ટ પૂર્ણ કરવા જરૂરી બને. સપ્તાહના મધ્ય ભાગમાં ચંદ્રનું પરિભ્રમણ લાભસ્થાન પરથી થશે. આકસ્મિક લાભની શક્યતા દર્શાવી શકાય.સપ્તાહના મધ્યભાગ બાદ વ્યય સ્થાનમાં નીચનો ચંદ્ર પરિભ્રમણ કરશે. અહીં ગણતરી બહારનો ખર્ચ ઉદભવી શકે છે. ઉછીના વ્યવહારોથી દૂર રહેવું.સપ્તાહના અંત ભાગમાં પ્રથમ સ્થાન પરથી પસાર થનારો ચંદ્ર માનસિક તણાવ હળવો બનાવવામાં નિમિત બને.

Loading...
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj