તા. 6ના તમામ બુથો પર વોટીંગ મશીન મોકલાશે : EVM કમિશનીંગની 70% કામગીરી પૂર્ણ

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 29 April, 2024 | 04:04 PM
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 11પ9થી વધુ બુઝર્ગ-દિવ્યાંગ મતદારો દ્વારા ઘેર બેઠા મતદાન : વેબકાસ્ટીંગ માટે પ0થી વધુ કર્મચારીઓના ઓર્ડર
સાંજ સમાચાર

રાજકોટ, તા. 29
રાજકોટ લોકસભા બેઠકની તૈયારીઓ હવે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ  આખરી તબકકામાં પહોંચી જવા પામી છે. ચૂંટણી સ્ટાફની તાલીમની સાથે તેઓના બેલેટ પેપરથી મતદાનની કામગીરી  પણ ચાલી રહી છે. જયારે બીજી તરફ બેંગ્લોરની બેલ કંપનીના ઇજનેરોની ટીમ દ્વારા ઇવીએમ કમિશનીંગની 70 ટકા કામગીરી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. 

લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન આગામી તા. 7 મેના થનાર છે. જેને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટ બેઠકની ચૂંટણી સુચારૂરૂપથી યોજાય તે માટે તમામ ગતિવિધિઓ પર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. આગામી તા. 6ના સવારથી ઇવીએમ ડિસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરો પરથી  તમામ 2236મતદાન બુથો પર વહેલી સવારના ચૂંટણી સ્ટાફ સાથે ઇવીએમ મશીનો રવાના કરી દેવામાં આવનાર છે. 

જયારે બીજી તરફ 85 વર્ષથી વધુ વયના મતદારો અને દિવ્યાંગ મતદારો કે જેઓએ ઘેર બેઠા મતદાનનો વિકલ્પ  પસંદ કર્યો છે. આવા 1159થી વધુ બુઝર્ગ અને દિવ્યાંગ મતદારોએ અત્યાર સુધીમાં ઘરે બેઠા મતદાન કરી દીધુ છે.  તેમજ રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં ફરજ પર મુકાયેલા અન્ય જિલ્લાના 13000 કર્મચારીઓમાંથી મોટા ભાગના કર્મચારીઓ આવતીકાલ સુધીમાં બેલેટ પેપરથી મતદાન કરી દેનાર છે. 

રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 11 પૂરક મતદાન સહિત 2236 જેટલા મતદાન મથક આવેલા છે તેના 50 ટકા લેખે 1118 મતદાન મથકો પર વેબકાસ્ટીંગ થનાર હોય આ માટે 50થી વધુ કર્મચારીઓના ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236 મતદાન મથકોમાંથી મહિલા સંચાલિત મતદાન મથકો પ6, પીડબલ્યુડી સંચાલિત મતદાન મથક 8, યુવા સંચાલિત મતદાન મથક 1 અને મોડલ પોલીંગ સ્ટેશન 8 બનાવવામાં આવેલ છે. 

અહીં એ ઉલ્લેખનીય છે કે, સૂર્યનારાયણે આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ હોય, આગામી મે માસમાં તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી શકયતા રહેલી છે ત્યારે આકરા તાપની મતદાન પર અસર પડવાની શકયતા નકારી શકાતી નથી. જોકે વહીવટી તંત્ર દ્વારા 70 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. જોકે આકરો તાપ પડવાનો  શરૂ થયો હોય, આકરી ગરમીની અસર મતદાન પર થાય તેવી શકયતા હોય, તંત્ર ચિતિંત બનેલ છે. 

દરમ્યાન ગત વિધાનસભાની ચૂંટણીમાં જે વિસ્તારોમાં ઓછું મતદાન થવા પામેલ છે. તેવા વિસ્તારો પર ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી મતદાન જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આગામી તા.7 મેના રાજકોટ લોકસભા બેઠકનું મતદાન યોજાનાર છે તે પહેલા જ મોટા ભાગની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj