પુત્રવધુનો પોર્ન વિડીયો અપલોડ કરવાના ગુનામાં FIR રદ્દ કરવા હાઇકોર્ટનો ઇન્કાર

Gujarat | Ahmedabad | 15 May, 2024 | 03:00 PM
ચાર્જશીટ થઇ ગયા બાદના સમાધાનનું ટાઇમીંગ શંકાસ્પદ : સાસુ-સસરા-પતિનું કૃત્ય ચોંકાવનારૂ : સામાજિક તાણાવાણા-પવિત્ર સંસ્કારોનું કચ્ચરઘાણ કાઢતા કેસમાં અવલોકન
સાંજ સમાચાર

અમદાવાદ, તા. 15
વહુના અંગત પળોના ન્યૂડ ફોટા અને વીડિયો પોર્ન વેબસાઇટ અને વોટ્સએપ પર અપલોડ કરીને રૂપિયા કમાવવાનો અત્યંત જઘન્ય ગુનો કરનારા પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધની પોલીસ ફરિયાદ કરવાનો આદેશ હાઈકોર્ટે કર્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી.સુથારે આ ગુનો માત્ર એક મહિલા નહીં પરંતુ સમગ્ર સમાજ પર વિપરીત અસર પાડનારો ગુનો હોવાથી અને આવા મામલે પીડિતા સાથે સમાધાન થઈ ગયું હોય તો પણ ફરિયાદ કે અન્ય કાનૂની કાર્યવાહીને રદ કરી શકાય નહીં એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

ચુકાદામાં કોર્ટે નોંધ્યું છે કે, ’ગુનાની ગંભીરતા અને કેસના તથ્યોને જોતાં આ ગુનો સમાજ અને રાજ્યની વિરૂદ્ધ છે અને તેની સમાજ પર વિપરીત અસર પડી શકે તેમ છે. તેથી અરજદાર આરોપીઓને કોઈ પણ પ્રકારની રાહત આપી શકાય નહીં.’

સામાજીક તાણાવાણા અને લગ્ન જેવા પવિત્ર સંસ્કારનું કચ્ચરધાણ કાઢતાં અત્યંત ચોંકાવનારા કેસમાં હાઇકોર્ટે મર્મસ્પર્શી અવલોકન કર્યું હતું કે, ’પ્રસ્તુત કેસમાં કાયદાના દુરુપયોગની શ્રેણીમાં આવતો નથી. ઊલટાનું જો અરજી ગ્રાહ્ય રાખીને સમાધાન થઈ ગયું હોવાના આધારે ફરિયાદ રદ કરવાનો આદેશ કરવામાં આવે તો એ કાયદાની પ્રક્રિયાના દુરુપયોગ સમાન થશે.

કોર્ટ જ્યારે CrPCની ધારા 482નો ઉપયોગ કરી નિર્ણય કરતી હોય છે, ત્યારે સમાધાનનું ટાઇમિંગ સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે કેસોમાં ગુનો બન્યાના તરત બાદ સમાધાન થઈ ગયું હોય અને ગુનાની તપાસ ચાલી રહી હોય તેવા સંજોગોમાં કોર્ટ સામાન્ય રીતે ઉદાર વલણ - દાખવતા ફોજદારી કાર્યવાહીને રદ કરવાનો હુકમ કરતી હોય છે. પંરતુ પ્રસ્તુત કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશિટ ફાઈલ થઈને - સેશન્સ કેસનો નંબર પણ પડી ગયો " છે. ત્યારે પીડિતા અને આરોપીઓ - વચ્ચે સમાધાન થઈ ગયું હોવાના - આધારે પ્રસ્તુત અરજી એન્ટરટેઇન - કરી શકાય નહીં. 

ખાસ કરીને જ્યારે ચાર્જશિટ ફાઇલ થઈ ગઈ હોય. આ - દ્રષ્ટિએ અરજી મેરિટ વિનાની જણાય છે અને - તે રદ થવાને પાત્ર છે. જોકે ટ્રાયલ કોર્ટને આદેશ કરવામાં આવે છે કે અરજદારો અંડર ટ્રાયલ કેદીઓ હોઇ ટ્રાયલ ઝડપથી ચલાવવામાં આવે. - પ્રસ્તુત કેસના અવલોકનો કામચલાઉ પ્રકારના છે અને ટ્રાયલ કોર્ટે કેસના ગુણદોષોના આધારે કેસનો નિર્ણય કરવાનો રહેશે.’ આ પ્રકારના આદેશ કરી હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. 

સમાજ માટે આંચકારૂપ કેસની હાઈકોર્ટે નોંધેલી હકીકત એવી છે કે પ્રસ્તુત કેસની પીડિતા(પત્ની)નો પતિ અને સાસુ-સસરા અનૈતિક જાતિય પ્રવૃત્તિઓમાં લિપ્ત હતા. સાસુએ સસરાની મદદથી પીડિતા જ્યારે તેના પતિ સાથે અંગત ક્ષણો માણી રહી હતી, એ વખતના દ્રશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. જેમાં વિવાદાસ્પદ અને વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વીડિયો પણ સામેલ છે.

આ આપત્તિજનક ફોટો અને વીડિયો વોટ્સએપના ગ્રુપ ઉપરાંત અમુક પોર્ન વેબસાઈટ ઉપર પણ અપલોડ કરવામાં આવ્યા હતા. આ ગુનાખોરીમાં પતિની પણ સામેલગીરી હતી અને તે ગુનાને અંજામ આપવા ઉપરાંત મદદગીરી પણ કરતો હતો. એટલું જ નહીં બેડરૂમમાં છુપી રીતે ઈઈઝટ કેમેરો લગાવવામાં આવ્યો હતો. આ કેમેરામાં પીડિતાની અંગત પળો કેદ કરી લેવામાં આવતી હતી અને સાસુ-સસરા ઉપરાંત પતિ પણ આ પળો માણતા હતો અને સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરતાં હતાં.

હાઈકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓના ગુનાના પુરાવા પણ તપાસમાં મળી આવ્યા છે. જેમાં આરોપીઓએ વોટ્સએપ ગ્રુપમાં પીડિતાના જે નગ્ન ફોટો-વીડિયો અપલોડ કર્યા હતા એ પણ પુરાવા મળ્યા છે. જેથી આવા ગંભીર ગુનામાં કોઇ પણ પ્રકારની રાહત સમાધાન થઈ ગયું હોવાના આધારે પણ આપી શકાય નહીં.’ ઉલ્લેખનીય છે આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

રૂપિયા કમાવા વહુના નગ્ન ફોટા-વીડિયોનો ઉપયોગ કર્યો
હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ’આરોપીઓએ પીડિતાના બેડરૂમમાં ઈઈઝટ લગાવીને તેની અંગત ક્ષણોને રેકોર્ડ કરી તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે પીડિતાના નગ્ન ફોટા-વીડિયો પતિ અને સસરાએ વોટ્સએપ ગ્રૂપમાં અપલોડ કર્યા હતા. આ રીતે મહિલાને નગ્ન અવસ્થામાં અન્યો સમક્ષ ફોટો-વીડિયો માધ્યમથી રજૂ કરી તેની પવિત્રતા સાથે ચેડાં કર્યા હતા. આરોપીઓએ એક બીજાના મેણાપીપણાંમાં રૂપિયા કમાવાની લાલચે સમાજ અને મહિલા સામેનો જઘન્ય અપરાધ કર્યો હોઇ તેમાં રાહત આપવી અશક્ય છે.’

 

સસરા અડપલા કરતો
હાઇકોર્ટે આદેશમાં કેસની એવી ચોંકાવનારી બાબતની નોંધ પણ લીધી હતી કે પીડિતા જ્યારે હોસ્પિટલમાં હતી અને તેના ટવીન્સને ફિડિંગ કરાવતી હતી ત્યારે સસરો તેની સાથે અડપલાં કરતો હતો અને તેના ગુપ્તાંગ સાથે ચેડાં પણ કરતો હતો. આ આક્ષેપો અત્યંત ગંભીર અને ચોંકાવનારા છે.’

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj