જામનગરમાં વડાપ્રધાનની સભા માટે આઇજી અને એસપી દ્વારા સ્થળ નિરીક્ષણ

Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 29 April, 2024 | 02:40 PM
સાંજ સમાચાર

જામનગર તા.29

જામનગરમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સ્થળે જાહેરસભા યોજાનાર છે તે સ્થળનું રાજકોટ રેન્જના આઇજી અને એસપીએ ભાજપના આગેવાનોને સાથે રાખીને નિરિક્ષણ કર્યુ હતું. 

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણી પ્રચાર માટે ભાજપ દ્વારા ચાલી રહેલી પ્રચાર ઝુંબેશના સૌથી મોટા કાર્યક્રમ ગણાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા માટે તંત્રએ અને ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે.

જામનગરના પ્રર્દશન મેદાન ખાતે તા.2 મે ના રોજ સાંજે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જાહેરસભામાં વડાપ્રધાન સહિતના મહાનુભાવો માટેના સ્ટેજની વ્યવસ્થા તેમજ અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપરાંત લોકો માટેની બેઠક વ્યવસ્થાની ગોઠવણીના પ્લાન સાથે શનિવારે સાંજે રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવ, જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સ્થળ મુલાકાત કરી હતી. 

આ મુલાકાત વખતે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ઉપપ્રમુખ ગોપાલ સોરઠીયા ઉપરાંત અમુક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj