સાવરકુંડલા, તા.26
એમ કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે ત્યારે સાવરકુંડલાની અંદર કંસારા બજારમાં દુકાન ધરાવતા બળવંતભાઈ રાઠોડ ના પુત્ર કેતન દ્વારા 2016 થી જર્મન સિલ્વર અને પિત્તળના સીટ ઉપર મેન્યુઅલી કોતર કામ કરી સુંદર મજાની કલાકારીગીરી કરી રહ્યા છે જેમાં સાધુ સંતોની તસવીરો હોય કોઈ વ્યક્તિ ની તસ્વીરો હોય કે લગ્નમાં વપરાતા દીવડાવો હોય અદભુત કારીગીરી દ્વારા આ નમૂનાઓ બનાવવામાં આવે છે અને નક્ષી કામ કર્યા બાદ તેમને ચાંદીની પ્લેટ ચડાવી લેમિનેશન પણ કરવામાં આવે છે.
તાજેતરમાં લોકસભાની ચૂંટણી પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે આ કારીગર નરેન્દ્ર મોદીનો ચાહક છે અને છેલ્લા દોઢ બે મહિનાની અથાગ મહેનત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોતર કામ કરી ચાંદીની પ્લેટિંગ કરી અને લેટેસ્ટ લાઇટિંગ વાળી ફ્રેમ બનાવી છે નરેન્દ્ર મોદી નું ચિત્ર કમળ અને 2024 લખેલી આ આકર્ષક પ્રેમ તે રાજકોટ જુનાગઢ કે સૌરાષ્ટ્રમાં જ્યાં પણ મોદી આવવાના હશે ત્યાં તેમને રૂબરૂ અર્પણ કરવાની ઈચ્છા પણ ધરાવે છે આશરે 25 હજારના ખર્ચે બનેલી મોદીજીની આ કલાત્મક કોતરકામ ડિઝાઇનને જોવા લોકો પણ આવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy