દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા અને મહેર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનું સન્માન

Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 29 April, 2024 | 02:25 PM
દેશસેવાને સમર્પિત ભાજપને ફરી વખત જીતાડી રાષ્ટ્રનું સુકાન નરેન્દ્રભાઇ મોદીના હાથમાં સોંપવું જરૂરી-પૂનમબેન માડમ: જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની જીતમાં સહભાગી બનવાની વ્યકત કરાઇ નેમ: કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની હાજરીમાં બંને સમાજની યોજાયેલ બેઠકમાં જીત માટે દેખાડાયો આત્મવિશ્ર્વાસ
સાંજ સમાચાર

જામનગર તા.29
જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના સતત ત્રીજી વખત ઉમેદવાર બની સાંસદ બનવા જઇ રહેલા પૂનમબેન માડમ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચાર દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા અને મહેર જ્ઞાતિના આગેવાનો દ્વારા પૂનમબેનનું અદકેરૂ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ બન્ને જ્ઞાતિના અગ્રણીઓ સાથેની યોજાયેલી બેઠકમાં ફરી એકવાર કેન્દ્રમાં ભાજપની સરકાર રચવા અને દેશનું સુકાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હાથમાં સોંપવા માટેનું આહવાન પૂનમબેન દ્વારા કરવામાં આવતા આ આહવાનને એકી અવાજે આગેવાનોએ વધાવી લીધું હતું. 

12 લોક્સભામાં ઉમેદવાર તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ સતત તેમના મતક્ષેત્રમાં લોકસેવા અર્થે સમર્પિત રહે છે, આ તબ્બકે દેવભૂમિ દ્વારકા જિલ્લા ની મુલાકાત અન્વયે મહેર સમાજ તથા સતવારા સમાજ દ્વારા શ્રી પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. આ તબબકે કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના આગેવાનો સાથે શ્રી પૂનમબેન માડમએ બેઠક કરીને રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીવાર જીતાડવા અને મોદીને દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી. આ ઉપરાંત સતવારા સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ સહકાર અને સમર્થન આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી. 

આ તબ્બકે, 12 લોકસભા (જામનગર દેવભૂમિ) દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મિનિસ્ટ મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ખીમભાઇ ભોચીયા, પરબતભાઇ વરુ, માલદેભાઇ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઇ ઓડેદરા, કેશુભાઈ મહેર, પીન્ટુભાઇ અદ્રેજા, કરશનભાઇ મહેર, રમેશભાઈ મહેર, સતવારા સમાજના તા. પ. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તા. ભાજપ પ્રમુખ દેવાયતભાઈ ગોજીયા, બક્ષી. મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ પરમાર, જી.પ. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારીયા, શૈલેષ કણજારીયા, અગ્રણીઓ રતનસીભાઈ કણજારીયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઇ ડાભી, મનજી પરમાર સહીત સમાજ ના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થા ના અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj