હવે 60 કરોડનું 173 કિલો હશીશ પકડાયું: પોરબંદરના દરિયામાંથી સતત બીજા દિવસે ડ્રગ્ઝનો જથ્થો મળ્યો

Gujarat, Crime | Porbandar | 29 April, 2024 | 03:46 PM
ભારતીય બોટમાંથી ડ્રગ્ઝના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
સાંજ સમાચાર

પોરબંદર, તા.29
પોરબંદરના દરિયાઇ જળસીમામાંથી સતત બીજા દિવસે 173 કિલો ડ્રગ્ઝનો જથ્થો ઝડપાતા ખળભળાટ સર્જાયો છે. કેફી પદાર્થ એવા આ હશીશની કિંમત 60 કરોડની અંદાજવામાં આવી છે. આ સંદર્ભમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોરબંદરની દરિયાઇ જળસીમામાંથી નાર્કોટીક્સ બ્યુરો, એટીએસ તથા કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગઇકાલે 600 કરોડનું હેરોઇન પકડ્યા બાદ સતત બીજા દિવસે તપાસ જારી રાખતા આજે હશીશનો જથ્થો મળી આવ્યો હતો.

સૂત્રોના કહેવા પ્રમાણે આજે પકડાયેલો કેફી પદાર્થ હશીશ છે. 173 કિલો જથ્થો મળ્યો છે અને તેની કિંમત 60 કરોડ થવા જાય છે. બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

હેરોઇન સાથેની બોટ પર ભારતીય એજન્સીઓ ત્રાટક્તા બોટમાં સવાર પાકિસ્તાની શખ્સો ડ્રગ્ઝના પેકેટ દરિયામાં ફેંકી દેતા હોવાનું પણ નજરે ચડ્યું હતું તેના આધારે તપાસ આગળ ધપવાના સંકેત હતા.

જો કે આજે જે ડ્રગ્ઝ પકડાયું તે ભારતીય બોટમાંથી હાથ લાગ્યાનું અને તેમાં બે ભારતીયોની ધરપકડ  કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. આજની આ કાર્યવાહી પણ એટીએસ, નાર્કોટીક્સ બ્યુરો તથા કોસ્ટગાર્ડે જ કરી હતી. બન્ને શખ્સોની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે ત્રણ દિવસમાં ત્રીજુ ડ્રગ્ઝ વિરોધી ઓપરેશન થયું છે. શનિવારે ગાંધીનગર-અમરેલી સહિત ચાર ડ્રગ્ઝ ફેક્ટરી પકડાઇ હતી. ગઇકાલે પોરબંદર દરિયાઇ જળ સીમામાંથી 600 કરોડનું હેરોઇન મળ્યું હતું અને આજે 60 કરોડનું હેરોઇન મળ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj