ચેન્નાઈ,તા.29
ગઈકાલે ચેન્નાઈના ચેપોક સ્ટેડીયમમાં ચેન્નાઈ સુપર કીંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચ દરમિયાન આ મેચમાં સીએસકેના પુર્વ કેપ્ટન એમ.એસ.ધોની અને તેમના પત્ની સાક્ષી ધોની ટીમને સપોર્ટ કરવા સ્ટેડીયમ પહોંચ્યા હતા.
આ મેચ દરમિયાન સાક્ષી ધોનીએ તેમની ઈન્સ્ટાગ્રામ પર એક સરપ્રાઈઝ આપીને ફેન્સને આશ્ર્ચર્યચકીત કર્યા હતા અને તેમણે સીએસકેને શકય તેટલી વહેલી તકે મેચ પુરી કરવા રિકવેસ્ટ પણ કરી હતી.
વાત જાણે એમ છે કે સાક્ષી એ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એવો સંકેત આપ્યો હતો કે ધોની પરિવારમાં એક ‘નવા મહેમાન’ આવવાના છે. સાક્ષીએ સંકેત આપ્યો હતો કે તે ફઈબા બનવા જઈ રહ્યા છે. સાક્ષીની આ પોસ્ટ સોશ્યલ મીડીયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy