રંગીલા રાજકોટવાસીઓને ફરવાનું વધુ એક સ્થળ મળશે

અટલ સરોવર ગુજરાત સ્થાપના દિવસે ખુલ્લુ મુકાશે

Gujarat | Rajkot | 29 April, 2024 | 05:40 PM
સ્માર્ટ સીટીમાં રૂા. 136 કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહેલા અટલ સરોવરમાં હાલ બોટીંગ અને રાઇડસ શરૂ નહીં થાય
સાંજ સમાચાર

રાજકોટ, તા.29
રંગીલા રાજકોટવાસીઓને આગામી તા. 1ને ગુજરાત સ્થાપના દિવસનાં રોજ વધુ એક ફરવાના સ્થળની ભેંટ મળનાર છે. રાજકોટ મહાનગર પાલિકાનાં સ્માર્ટ સીટી ખાતે રૂા. 136 કરોડનાં ખર્ચે આકાર લઇ રહેલા શાનદાર અટલ સરોવરને તા.1 મેના રોજ ખુલ્લુ મુકવામાં આવનાર છે. 

અગાઉ તા. 7 માર્ચના રોજ એટલે કે લોકસભાની ચૂંટણી આચારસંહિતા અગાઉ મુખ્યમંત્રીનાં હસ્તે આ અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલ હતું. મહાપાલિકાનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ તા.1 મેથી ખુલ્લુ મુકવામાં આવનાર અટલ સરોવરમાં હાલ બોટીંગ અને વિવિધ રાઇડસ બંધ રહેશે. જોકે ફાઉન્ટેન ચાલુ રહેશે. આ સરોવરમાં પ્રવેશ માટે મોટા વ્યકિતની પ્રવેશ ફી રૂા. 25 અને બાળકોની રૂા. 15 ફી લેવામાં આવનાર છે. 

મનપા તંત્રનાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ હાલ વિવિધ રાઈડસ ચાલુ નહિ થાય અને સરોવરનો સમય સહિતની વિગત આગામી સમયમાં નીર્ણય થશે કરાશે. શહેરમાં કાલાવડ રોડ અને જામનગર રોડ વચ્ચે નવા રીંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા સરકારની સહાયથી ’અટલ સરોવર’ નામના નવા જોવા, જાણવા અને માણવા લાયક સ્થળનો ઉમેરો થઈ રહ્યો છે.

2019થી અટલ સરોવરનું કામ ચાલી રહ્યું છે. વિશાળ અટલ સરોવર ઉપરાંત વિવિધ રાઈડસ, નયનરમ્ય બગીચા, આંતરિક પાકા રસ્તા, વોકીંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, ફૂડ કોર્ટ, ગ્રામીણ કુટિર વગેરે આકર્ષણો જોવા મળશે. મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.સ્માર્ટ સીટી એટલે કે રૈયા ટી.પી. સ્કીમ નં. 32માં મનપા દ્વારા બેનમૂન અટલ સરોવરનું નિર્માણ 136 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. ચાર વર્ષ અગાઉ આ પ્રોજેકટનું ખાતમુહુર્ત થયેલ. જેનું 70 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. એટલે કે સરોવરની મુખ્ય માળખાકિય સુવિધાઓનું કામ લગભગ થઇ ગયું છે.

હવે બાકીની એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે સુવિધાનું કામ જ બાકી છે જે પૂર્ણ કરવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે અને આગામી બે મહિનામાં જ ’અટલ સરોવર’લોકો માટે ખુલ્લુ મુકવા તંત્ર થનગની રહ્યું છે.
ભારત સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત 100 શહેરો પૈકી રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસીત કરવાનું નક્કી થયેલ જે અન્વયે રાજકોટ મહાનરપાલિકાએ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમીટેડ કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે.

અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી.છે.જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી. છે. આશરે 136 કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવી રહ્યુ છે અને એજન્સી દ્વારા 15 વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે.જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઈકલ ટ્રેક, પર્પાકિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઈન, ફેરીસવ્હીલ, એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. અટલ સરોવર ડેવલોપમેન્ટથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહેશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj