(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી,તા.27
મોરબીના લાતી પ્લોટમાં આવેલ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી કોડીનયુકત કફ સીરપનો જથ્થો પકડાયો હતો અને તે ગુનામાં અગાઉ મોરબી અને રાજકોટના ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે અને આ ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે.જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી નશાકારક કોડીનયુકત કફ સીરપની 10 હજાર બોટલો કિંમત 20,54,800 તથા એક મોબાઇલ ફોન 5,000 એમ કુલ મળીને રૂા.20,59,800 ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ટ્રાન્સપોર્ટર આશીફ આમદભાઇ સીપાઇની પોલીસે ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં રાજકોટના ટ્રાન્સપોર્ટર ગોપાલ પરબતભાઇ ભરવાડની ધરપકડ કરી હતી અને તે બંને આરોપીઓને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા આ ગુનામાં તાલુકા પીઆઇ એન.આર. મકવાણા દ્વારા હાલમાં અમિતગિરિ સુરેશગીરી ગોસાઇ જાતે બાવાજી (42) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, રહે. 538/ પોકેટ-7 સેક્ટર એ-10 નરેલા દિલ્હી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે
પરણીતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતા પૂજાબેન દિલીપભાઈ ઝાપડા ભરવાડ નામની 27 વર્ષીય પરિણીતા ગત તા.21-4 ના રાત્રિના નવેક વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી ગયા હતા.સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy