ટંકારાના વાઘગઢ ગામે નિદ્રાધીન અવસ્થામાં જ હાર્ટએટેકથી યુવાનનું મોત

Local | Morbi | 27 April, 2024 | 01:50 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 27
 ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા દિનેશભાઈ અરજણભાઈ બોપલિયા જાતે પટેલ (45) નામનો યુવાન રાત્રે પોતાના ઘરે સુતા બાદ સવારે ઉઠ્યો ન હતો જેથી ભુદરભાઈ મોહનભાઈ બોપલિયા જાતે પટેલ તેને લઈને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસને યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાહેર કર્યું હતું અને હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને બનવાની જાણ કરી હતી.

જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ આઇ.ટી. જામ દ્વારા કરવામાં આવેલ છે અને તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનને નિદ્રાધીન અવસ્થામાં જ હાર્ટ અટેક આવી જવાથી તેનું મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
 

મહિલા સારવારમાં
મોરબીના વિસ્તારમાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર રહેતા પરમાર ક્રિષ્નાબેન હિરેનભાઈ (24) નામની મહિલા એકટીવા લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઈ ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે બાપા સીતારામ હોટલ નજીક એકટીવા સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj