લાઠીના અકાળા ગામનાં તેલનાં વેપારી સાથે 5.66 લાખની છેતરપીંડી

Crime | Amreli | 27 April, 2024 | 12:15 PM
અમરેલીમાં મારબલ પથ્થર નીચે દબાઈ જતાં યુવાનનું મોત
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.27
લાઠી તાલુકાના અકાળા ગામે રહેતા રાકેશભાઈ નાથાભાઈ ખુંટ નામનાં વેપારીને સુરત ગામે રહેતા નિશાંતભાઈ મધુભાઈ જાવીયા નામનાં આરોપીએ મોબાઇલ નં. 93169 41રપ9 ઉપરથી ફોન કરી સિંગતેલના ડબ્બાનો મોટા જથ્થાનો ઓર્ડર આપવાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી સિંગતેલના ડબા નંગ-181 ટેક્ષ સહિત કુલ રકમ રૂપિયા પ,66,38પ નો માલ ફોન મારફતે મંગાવી માલ બારોબાર પ્રથમ અમરેલી ખાતે પપ ડબ્બાની તથા સુરત ખાતે અલગ અલગ ત્રણ જગ્યાએ કુલ-1ર6 ડબ્બાની ડીલેવરી કરાવી વેપારીને ડીલેવરી બાદ પેમેન્ટ આર.ટી.જી.એસ. કરવાનું કહી બાદમાં વેપારીએ અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં સિંગતેલના ડબા નંગ-181 ટેક્ષ સહિત કુલ રૂા. પ,66,38પના પૈસા ન ચુકવી વેપારી સાથે આરોપીએ વિશ્વાસઘાત તથા ઠગાઈ કર્યાની પોલીસમાં નોંધાઈ છે. 
 

યુવાનનું મોત
મુળ મઘ્યપ્રદેશના વતની અને હાલ અમરેલી સંકુલ પાછળ ક્રિષ્ના પાર્ક ઝુંપડામાં રહેતા મુકેશભાઇ કેશરસિંહ અજનાર નામનાં 30 વર્ષિય યુવક  તા. ર4 ના સાંજના આશરે સાડા ચારેક વાગ્યે અમરેલી-લાઠી રોડ જે.એન. મહેતા કોલેજમાં કામ ચાલુ હોય ત્યાં બોલેરો પીકઅપમાંથી માર્બલની વજનદાર પાટો ઉતારવાનું કામ કરતા હતા. ત્યારે યુવક બોલેરોમાં એકલા માર્બલની ચારેય પાટોને હાથથી ટેકો દઇને ઉભા હતા ત્યારે અચાનક માર્બલની ચારેય પાટો પડતા તે યુવક માર્બલની પાટો અને વાડની વચ્ચે આવી જતા આ માર્બલની પાટો ગળાના ભાગે તથા છાતીના તથા બંને હાથના ખંભાના ભાગો ઉપર આવી જઈ તે દબાઈ જતાં યુવકને ગુંગણામણ થવાના કારણે કોઈ સારવાર મળે તે  પહેલા જ મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. 
 

વૃદ્ધનું મોત
લીલીયા તાલુકાના હરીપર ગામે રહેતા વિનુભાઇ બાબુભાઇ મકાણી નામનાં ખેડુત કૌટુંબીક ભાઇ જેન્તિભાઇ નાનજીભાઇ મકાણી નામનાં 60 વર્ષિય વૃઘ્ધ ગત તા. ર4ના બપોરના આશરે સવા ચારેક વાગ્યે પોતાના ઘરના ફળીયામાં આવેલ રાણના ઝાડ ઉપર રાણ પાડવા ચડેલ અને આ ઝાડની ડાળી ઉપરથી પગ લપસતા વૃઘ્ધ નીચે જમીન ઉપર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલ. જયાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે વૃઘ્ધને મરણ ગયાનું જાહેર કરેલ હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj