વડોદરા લોકસભા બેઠક ઉપર ભાજપે જ્યારથી ઉમેદવાર પસંદ કર્યા ત્યારથી વિવાદ ચાલુ છે અને તેના કારણે સીટીંગ સાંસદ રંજનબેન ભટ્ટને બદલવા પડ્યા અને શિક્ષણ સમિતિના ચેરમેન ડો. હેમાંગ જોશીને ટીકીટ આપી છે પણ તેઓ અત્યંત જુનીયર હોવાનું મનાય છે અને તેમની સામે પણ વિરોધ છે.
તે વચ્ચે હવે પૂર્વ ધારાસભ્ય અને સીનીયર નેતા જીતેન્દ્રભાઇ સુખડીયાએ પણ બળાપો કરતા કહ્યું કે વડોદરામાં ભાજપની સ્થિતિ બદલાઇ ગઇ છે. હવે અહીં કોઇ કોઇને પૂછનાર નથી અને બેનર લગાવાની લાયકાત ધરાવનાર હવે પક્ષના નિર્ણય લ્યે છે.
શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નિવડ્યું છે. અમને કાર્યક્રમોની જાણ પણ કરાતી નથી. સુખડીયાની ટીકીટ કપાઇ પછી લાંબા સમયથી તેઓ મૌન હતા હવે અચાનક જ તેમણે ઉકળાટ ઠાલવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy