વોશિંગ્ટન (અમેરિકા),તા.24
અમેરિકાના ડેમોક્રેટીક અને રિપબ્લીક નેતાઓએ જણાવ્યું હતું કે, તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન અને અન્ય વિદેશી વિરોધીઓએ ચેતવણી આપી છે કે અમેરિકા યુક્રેનનું સમર્થન ચાલુ રાખશે. નવેમ્બરમાં ચુંટણી થવા સુધીમાં યુક્રેનને સહાયતા પેકેજની મંજૂરી આપવામાં આવી શકે છે.
અનેક મહિનાઓના ઈંતઝાર બાદ અમેરિકી સંસદના ઉચ્ચ સદન સેનેટમાં યુક્રેન ઈઝરાયેલી સહાયતા સંબંધી પેકેજને મંજુરી મળી ગઈ છે. અમેરિકાના ઉચ્ચ સદને મંગળવારે 79 ધારાસભ્યોએ આ ખરડાના પક્ષમાં વોટ આપ્યો હતો, જયારે 18 ધારાસભ્યો તેની વિરૂધ્ધ હતા.
આ પેકેજ અંતર્ગત યુક્રેન ઈઝરાયેલને 95 અબજ ડોલરના પેકેજને મંજુરી મળી છે આ પેકેજમાં સૌથી મોટો ભાગ 61 અબજ ડોલરની સહાયતા યુક્રેનને મળશે જયારે 26 અબજ ડોલર ઈઝરાયેલ અને દુનિયાભરના સંઘર્ષના ક્ષેત્રોના નાગરિકોને માનવીય સહાયતા અને ત્રીજો ભાગ 8.12 અબજ ચીનનો મુકાબલો કરવા માટે રાખવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy