પુણે તા.29
કામના વધારે પડતાં ભારણ થી કંટાળી યુવાને નોકરી છોડી દેવી અથવા તેને બદલવી સામાન્ય છે. પરંતુ પુણેમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ ન માત્ર પોતાનું ‘કામ’ છોડી દીધું, પરંતુ તેના મેનેજરની સામે ઢોલ વગાડીને નાચી પ્રદર્શન પણ શરૂ કર્યું. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, અને લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
અનિકેત, પુણેના સેલ્સ એસોસિએટ તરીકે કામ કરતો હતો. પરંતુ કામના વધારે પડતાં ભારણ થી કંટાળી તેની નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. અનિકેતે નોકરી અનોખી રીતે છોડવાનો નિર્ણય કર્યો હતો .તેને ઓફિસ કેમ્પસની બહાર ડ્રમ સાથે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કર્યું. અનિકેતે ડ્રમર્સને બોલાવ્યા અને તેના મેનેજરને પણ ઓફિસમાં તેના છેલ્લા દિવસની ઉજવણીમાં તેની સાથે જોડાવા આમંત્રણ આપ્યું.
આ પછીનું દ્રશ્ય એવું હતું કે અનિકેત ડ્રમના તાલે નાચી રહ્યો હતો અને મેનેજર તેને અને તેના મિત્રોને ગુસ્સાથી નાચતા જોઈ રહ્યો હતો. ત્યારબાદ મેનેજરને ગુસ્સો આવતા અનિકેત ને ધક્કો માર્યો અને બૂમો પાડવાનું શરૂ કર્યું. અનીશ ભગતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વીડિયોમાં અનિકેતે જણાવ્યું છે કે આ કામ દરમિયાન તેને કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે આ કંપનીમાં 3 વર્ષથી કામ કરે છે, પરંતુ આજ સુધી તેનો પગાર વધ્યો નથી. આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે બોસ તેને બિલકુલ માન આપતા નથી.
નોકરી છોડ્યા પછી અનિકેતની ડ્રમ સાથે ઉજવણી એ કોઈ સામાન્ય વિદાય નહોતી, પરંતુ કંપનીમાં તેના ત્રણ વર્ષ દરમિયાન ગંભીર વાતાવરણ સામે નો વિરોધ હતો. અનિકિત હવે લોકોને ફિટનેસ ટ્રેનિંગ આપવા માંગે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy