દહેરાદૂન:તા.23
ઋષિકેશ એઈમ્સનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પોલીસ દર્દીઓની વચ્ચે ગાડી લઈને ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશી ગઈ હતી. અહીં મહિલા ડોક્ટરની છેડતીનો મામલો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો. ફરિયાદ મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસ કાર લઈને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ થઈ ગઇ હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ, 19 મેની સાંજે AIIMS ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી હતી. તે જ સમયે સર્જરી વિભાગમાં તહેનાત મહિલા ડોક્ટરની નર્સિંગ ઓફિસર સતીશ કુમાર દ્વારા છેડતી કરવામાં આવી હતી.
આ બાબતના વિરોધમાં હોસ્પિટલના તબીબોએ હડતાળ પર ઉતરી ગયા હતા અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે દેખાવો શરૂ કર્યા હતા. એઈમ્સના તબીબોએ ડીનની ઓફિસનો ઘેરાવ પણ કર્યો હતો. ફરિયાદ મળતાં પોલીસે આરોપી નર્સિંગ ઓફિસર સતીશ કુમાર વિરુદ્ધ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસ આરોપીને પકડવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સ્થિતિ જોઈને પોલીસે ઈમરજન્સી વોર્ડની અંદર દર્દીઓ વચ્ચે જીપ ઘૂસાડી દીધી હતી. આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ સીટીઓ વગાડીને દર્દીઓના સ્ટ્રેચર હટાવતા રહ્યા. વોર્ડમાં પોલીસની ગાડી જોઈ દર્દીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy