રાજકોટ, તા.22
ગત તા.6/6/21 ના રોજ મુંજકા નર્સરીમાં ફરિયાદી ભારતીબેન ઓગળભાઈ વાળા (રહે. ફોરેસ્ટ કોલોની, સાધુ વાસવાણી રોડ) પોતાની કાયદેસરની ફરજમાં હતા ત્યારે, આરોપી જાનવીબેન મહેશકુમાર અગ્રાવત (રહે. પાટીદાર ચોક, અવધ મકાન, સાધુ વાસવાણી રોડ) કારમાં આવેલ અને રોપા લેવા છે તેમ કહેલ.
જેથી ફરિયાદીએ આજે રવિવાર છે. રજા છે. આજે રોપા વિતરણ બંધ છે. તેમ કહેતા છતા પણ આરોપીએ ફરીયાદી સાથે જીભાજોડી કરી ઝપાઝપી કરી, ફરિયાદીને મુંઢ ઈજાઓ કરી કપડા ફાડી નાખી.
ફરજમાં રૂકાવટ કરેલ હતી. આ અંગે યુનિ. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા, આરોપીની અટકાયત કરવામાં આવેલી. કેસ ચાલતા બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટે વિગતવાર કરેલી દલીલ, વિવિધ કોર્ટના ચુકાદાઓ ઉપર ધ્યાન દોરતા કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા તથા હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy