નવી દિલ્હી તા.25
મેસેજીંગ પ્લેટફોર્મ વોટસએપ પર્સનલ ચેટસને સુરક્ષિત રાખવા માટે સતત નવા ફીચર્સ આપતું રહે છે. હવે યુઝર્સને પાસવર્ડના બદલે ફીંગરપ્રિન્ટ કે પછી ફેસ આઈડીથી લોગ ઈન કરવાનો સરળ વિકલ્પ મળશે. પ્લેટફોર્મ આઈઓએસ યુઝર્સ માટે પાસ-કી ફીચર રોલ આઉટ કરી દીધા છે.
પાસ કી ફીચર મળ્યા બાદ યુઝર્સે પોતાનો ખાસ કોડ કે કોઈ પાસવર્ડ લોગીન માટે યાદ રાખવો નહીં પડે. આ પાસ કી સરળતાથી બાયોમેટ્રીક ઓળખ સાથે લોગીનનો વિકલ્પ આપશે અને એપ હેક થવાનો ડર નહીં રહે. આ ફીચર આઈઓએસ યુઝર્સ માટે હવે રોલ આઉટ થઈ રહ્યો છે અને એન્ડ્રોઈડ યુઝર્સને ગત વર્ષે 7 ઓકટોબરે જ મળવા લાગ્યો હતો. પાસ-કીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પાસવર્ડ યાદ રાખવાની કોઈ ઝંઝટ નથી કે તેના ઉપયોગ માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર નથી થવું પડતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy