તપસ્યામાં આનંદ અપાર અને પારણામાં વેદનાનો નહિ પાર તે તપસ્વી હોય છે : અણગાર બનવાનો એલાર્મ જેના અંદરમાં જાગે છે એવા આત્મા કદી સંસારમાં રહેતા નથી

મુંબઇમાં રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં મહા-તપોત્સવ તથા દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન : ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનતા હજારો ભાવિકો

India | Rajkot | 29 April, 2024 | 03:35 PM
◙ ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ એડીટર શ્રી કરણભાઇ શાહની ખાસ ઉપસ્થિતિ : પુસ્તક વિમોચનમાં જોડાયા
સાંજ સમાચાર

◙ મેડીકલ સહાય અર્થે પાર્લે સંઘને બે કરોડની રાશિ અર્પણ કરાઇ

 

◙ ગોંડલ સંપ્રદાયના અગ્રણીઓ દ્વારા મહાતપસ્વીને શાલ અર્પણ કરીને તપ સન્માન કરાયું

 

◙ અખંડ 1008 આયંબિલ તપ આરાધિકા મહાતપસ્વી શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી

◙ કચ્છની દીકરી મુમુક્ષુ યશ્વીદીદી નંદુનું નૂતન દીક્ષિત નેમપ્રિયાજી મહાસતીજી નામકરણ જાહેર કરાયું

◙ અખંડ 1008 આયંબિલ તપ આરાધિકા મહાતપસ્વીના પારણાએ જૈન દર્શનના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ નોંધાવતા  એમને વર્લ્ડ એવોર્ડ એનાયત

રાજકોટ, તા. 29
સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ માટે ગઇકાલે મુંબઇના વિર્લેપાર્લે સ્થિત માલિનીબેન કિશોરભાઇ સંઘવી શાંતિપ્રભા  હોલ, ઋતુંભરા વિશ્વ વિદ્યાલય ખાતે રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.ની પાવન નિશ્રામાં અખંડ 1008 આયંબિલ તપ આરાધિકા મહાતપસ્વી શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીનો પારણા પ્રસંગ તથા દીક્ષાથી યશ્ર્વીદીદી નંદુ (કચ્છ)નો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો.

આ પ્રસંગે આઠથી દસ હજાર ભાવિકો ઉપસ્થિત રહીને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. અખંડ 1008 આયંબીલ તપ આરાધિકા મહાતપસ્વીના પારણા ‘જૈનં જયતિ શાસનમ્’ના નાદ સાથે થતા જૈન દર્શનના ઇતિહાસમાં સુવર્ણ પુષ્ઠ નોંધાવતા એમને ‘વર્લ્ડ રેકોર્ડ’ એનાયત કરાયો હતો. ઉપરોકત પ્રસંગે ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ શ્રી કરણભાઇ શાહ ખાસ આમંત્રણને લઇને સમારોહમાં જોડાયા હતા.

કચ્છની દીકરી મુમુક્ષુ યશ્વીદીદી નંદુનો દીક્ષા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો અને નુતન દીક્ષિતનું  નેમપ્રિયાજી મહાસતીજી નામકરણ જાહેર કરાયું હતું. ‘સાંજ સમાચાર’ના યુવા એકઝીકયુટીવ એડીટર શ્રી કરણભાઇ શાહ પુસ્તક વિમોચનમાં જોડાયા હતા અને ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા.

દેશ અને વિદેશમાં તપ ધર્મ-સંયમ ધર્મ અને જિનશાસનની ગૌરવવંતી ધજા-પતાકા લહેરાવી દેનારો અદ્ભૂત, અજોડ, અદ્વિતીય મહાતપોત્સવ-દીક્ષા મહોત્સવ લાખો ભાવિકોની હૃદયધરા પર અહોભાવ, શ્રદ્ધાભાવ અને ભક્તિ ભાવના રંગે રંગીને ઉજવાયો હતો. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિલેપાર્લે સ્થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ, ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતેશ્રી વિલેપાર્લે વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘના ઉપક્રમે યોજાયેલાં આ અવસરે 70થી વધુ સંત-સતીજીઓ, રાજકીય મહાનુભાવો, ભારતના અનેક ક્ષેત્રોના અનેક શ્રી સંઘો, શ્રેષ્ઠીવર્યો તેમજ હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તેમજ વિદેશના 170થી વધુ ક્ષેત્રોના લાઈવના માધ્યમે લાખો ભાવિકોની આતુરતાપૂર્વકની રાહની વચ્ચે વહેલી સવારે શ્રી સી.વી. શાહ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલી તપ અનુમોદના યાત્રા અને મહાભિનિષ્ક્રમણ યાત્રા મહાતપસ્વી આત્માનો અને મુમુક્ષુ આત્માનો જયકાર ગજાવતી ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતે પધારી હતી, જ્યા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાયો હતો. 

સંતોની ઉપસ્થિતિ
આ અવસરે શ્રી લોકેશમુનિ મહારાજ, શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ, હિન્દુ ધર્મ આચાર્ય સભાના જનરલ સેક્રેટરી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને બૌદ્ધ પંથ ભંતે દિપાંકર સુમેધોજી વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. 

પૂ. નમ્રમુનિ મ.
ઉપસ્થિત જન સમુદાયને બોધિત કરતાં પરમ ગુરૂદેવે ફરમાવ્યું હતું કે,હે પ્રભુ! મને તમે  મળ્યાં, તમારી સમજ મળી, તમારું જ્ઞાન મળ્યું છતાં તમને પામ્યાં વિના આ ભવ વ્યર્થમાં વિતાવી દીધો. આ દીક્ષાર્થી સંયમ લઈને તરી ગયાં અને અમે રહી ગયાં! એવો અફસોસ કરવાનો આ અવસર તે દીક્ષા મહોત્સવ છે. આજે જે અંતરભાવથી અફસોસ કરી લે છે એને ભવિષ્યમાં અફસોસ કરવાનો કદી અવસર આવતો નથી.

પ્રભુના માર્ગ પર ચાલનારાને  જીંદગીભરમાં કદી પણ અને જીંદગી પછી પણ કદી અફસોસ કરવાનો અવસર નથી આવતો. આ અવસરે મુમુક્ષુ શ્રી યશ્વીદીદી નંદુએ સંસાર જીવનનું અંતિમ વક્તવ્ય આપીને સહુને મળેલાં આ મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણને ધર્મ સાધનાથી સાર્થક કરી લેવાની પ્રેરણા આપી હતી. 

મહાતપસ્વી મહાસતીજી
બીજી તરફ, સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક એવી 1008 આયંબિલ તપ આરાધિકા પૂજ્ય મહાતપસ્વી મહાસતીજીને ડુંગર દરબારના શામિયાણામાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં સાધ્વીજીઓ દ્વારા ડોલીમાં બિરાજમાન કરીને લાવવામાં આવ્યા બાદ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવતાં સર્વત્ર જય જયકાર વર્તાયો હતો..

ઉપસ્થિત સહુના હૃદયમાંથી ઉદભવતી અહોભાવના વચ્ચે લાખો ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલી સાકરના જળના મહાપાત્રમાંથી સંઘપતિ અર્હન મનન પરાગભાઈ શાહ, લકી ડ્રો વિજેતા શ્રી દામાણી પરિવાર એવમ શ્રી કારીયા પરિવાર હસ્તે મહાતપસ્વી મહાસતીજીને સાકર જળ વ્હોરાવવામાં આવતા હર્ષ હર્ષ છવાયો હતો.

મહાતપસ્વીનું સન્માન
ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, સુરેશભાઈ કામદાર, જીજ્ઞેશભાઈ વોરા એવમ માનસીબેન પરાગભાઈ શાહના હસ્તે મહાતપસ્વીને શાલ અર્પણ કરી તપ સન્માન કરવામાં આવ્યું હતું. 

મહોત્સવના લાભાર્થીઓ
મહાતપોત્સવ-દીક્ષા મહોત્સવનો સમગ્ર લાભ સંઘપતિ અર્હન મનનભાઈ પરાગભાઇ શાહ પરિવારે લીધો હતો. દીક્ષાર્થીને ચરણ પૂજન કરવાનો લાભ વિજયાબેન રસિકલાલ અજમેરા હસ્તે સ્મિતાબેન મિલનભાઇ અજમેરા તેમજ માતુશ્રી ભારતીબેન દિનેશભાઈ બાટવીયા-જાસ્મિનબેન નિરવભાઈ બાટવીયા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.

દીક્ષાર્થીને વિજયતિલક કરવાનો લાભ મનિષાબેન પ્રશાંતભાઈ મહેતા, માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ, માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવારે લીધો હતો. આજના અવસરના સ્વામી વાત્સલ્ય ભોજનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો.

દીક્ષાર્થીના હસ્તે શ્રીફળ ગ્રહણ કરવાનો લાભ માતુશ્રી તારાબેન ચુનીલાલ મોદી-બાદશાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. એકત્રિત થયેલી અનુદાનની સમગ્ર રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ ભાવિકોની મેડિકલ ઈમરજન્સી માટે કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

મુમુક્ષુ યશ્વીદીદીનો દીક્ષા મહોત્સવ
ત્યારબાદ સંસારી વસ્ત્રો ત્યજીને પ્રભુનો વેશ સજીને પધારેલાં મુમુક્ષુ આત્માને પરમ ગુરૂદેવના શ્રીમુખેથી દીક્ષા મંત્રની અર્પણતા સાથે દિવ્યલોકના વરદાન સમા રજોહરણના દાન અર્પણ કરવામાં આવતાં જયનાદનો નાદ પ્રસરાઇ ગયો હતો. તે સાથે જ શશીકાંતભાઈ ટોલીયા પરિવાર નામકરણનો લાભ લેતા મુમુક્ષુ આત્માને ગોંડલ સંપ્રદાયમાં નૂતનદીક્ષિત પૂજ્ય શ્રી પરમ નેમપ્રિયાજી મહાસતીજીરૂપે ઘોષિત કરવામાં આવ્યા હતા. નૂતનદીક્ષિત પરમ મહાસતીજીના શ્રીમુખેથી માંગલિક વચનોના પ્રાગટ્ય સાથે આ અવસર સહુ માટે એક પરમ પ્રેરણાનો અવસર બન્યો હતો.

કોલકાતાથી 90 થી પણ વધારે ગુરૂભક્ત પધારેલ 
મુંબઈ : ગઈકાલે રવિવારે મુંબઈના જુહુમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં શ્રી વિલે પાર્લા સંઘના ઉપક્રમે પૂજ્ય સૌમયાજી મહાસતીજીના અખંડ 1008 આયંબિલ તપસ્યાના પારણાં મહોત્સવ અને નૂતન દીક્ષિત પૂજ્ય નેમપ્રિયાજી મહાસતીજીનો દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ દીક્ષા મહોત્સવમાં દેશ વિદેશથી અનેક લોકો આવ્યા હતા. ત્યારે કોલકત્તાની અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત હતા. પૂર્વભારત સંઘના ટ્રસ્ટી પરેશ દફતરી, નવલખા ઉપાશ્રય કોલકાતાથી ઉપપ્રમુખ દિપક ગાઠાણી, જીતુભાઈ શાહ, મયુર શેઠ, પંકજ દેશાઈ, હેમલ દફતરી, શશીભાઈ દોશી સહિતના અગ્રણીઓ મુંબઈમાં ઐતિહાસિક અવસરમાં સામેલ થયા હતા. નપારસધામ કોલકાતાથી :ન ચીરાગ શાહ (પ્રમુખ)ન હર્ષદ અજમેરા,  જશવીર શેઠ, શૈલેન અવલાણી,  નિકેશ શાહ,  મિલન શાહ, ભૂપેન મહેતા, મિતેષ ગાઠાણી, આશીત શેઠ, વિક્રમ વોરા,  મનીષ હેમાણી, સમીર માલાણી,  મનીષ ઠોશાણી, જતીન દેશાઈ,  દિનેશ મહેતા, પૃજેશ હેમાણી, બકુલ દોશી, વિરલ પટવા, પ્રિયંકા શાહ, પ્રિતી અજમેરા, શમિઁલા જસાણી, દીપા શાહ, હેતલ શાહ, અર્પના દોશી, વિરલ શાહ, વિમલ હેમાણી, જીજ્ઞા માલાણી, જીજ્ઞા શેઠ, સ્મિતા મહેતા, મનીષા માલાણી, કાજલ ગાઠાણી, હર્ષા શાહ, વગેરે અનેક ભાવીકોએ હાજરી આપેલ.

ગઈકાલના ઐતિહાસિક અવસરમાં ઉપસ્થિત જૈન અગ્રણીઓ : 
રાજકોટના અજય નટવરલાલના  અજયભાઈ શેઠ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, સાંજ સમાચાર યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, જયેશભાઈ શેઠ, ઘાટકોપરના ધારાસભ્ય  પરાગભાઇ શાહ, મુંબઈના મુકેશભાઈ મહેતા તથા ધવલભાઈ મહેતા પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાયેલ પારણાં મહોત્સવ તથા દીક્ષા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

"સાંજ સમાચાર” યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, મુંબઈના લોકસભાના ઉમેદવાર ઉજ્જવલ નિકમ, ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ, અંધેરીના ધારાસભ્ય અમિત સાતમ હસ્તે પુસ્તક વિમોચન 
મુંબઈ : ગઈકાલે મુંબઈનાં જુહુમાં પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો. પૂજ્ય સૌમ્યાજી મહાસતિજી ના 1008 અખંડ આયંબિલની તપસ્યા બાદ પારણાં તથા નૂતન દીક્ષિત પૂજ્ય નેમપ્રિયાજી મહસાતીજીનો દીક્ષા મહોત્સવ યોજાયો.   "સાંજ સમાચાર” યુવા એક્ઝિક્યુટિવ કરણભાઈ શાહ, જાણીતા ધારાશાસ્ત્રી - મુંબઈ ભાજપ નોર્થ સેન્ટ્રલ બેઠકના ઉમેદવાર ઉજ્જવલ નિકમ, ઘાટકોપરના ધારાસભ્ય પરાગ શાહ, અંધેરીના ધારાસભ્ય અમિત સાતમ, જીઓ ઇન્ડિયાના સેક્રેટરી સી.વી.શાહ, રાજકોટ શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુર શાહ, શ્રી પાર્લા સંઘના શ્રી જગદીશભાઈ ઝોંસા, શ્રી સંજયભાઈ સંઘવી - ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓના હસ્તે બે મહસતીજી હસ્તે લિખિત પુસ્તકનું વિમોચન કરાયું.

ડો. પૂજ્ય શ્રી આરતીબાઈ મહાસતીજી તેમજ પૂજ્ય શ્રી સુબોધિકાબાઈ મહાસતીજી દ્વારા સંપાદિત 32 આગમ ગ્રંથોના સાર સ્વરૂપ 21 આગમ સાર પુસ્તિકાઓનું લોકાર્પણ કરાયું હતું. દિલ્હીના દિલીપભાઈ ધોળકિયા, જૈન જાગૃતિ સેન્ટરના રમેશભાઈ મોરબીયા, ચેન્નાઈના હિતેનભાઈ કામદાર,  અશ્ર્વિનભાઈ અજમેરા, જયેશભાઇ શેઠ, હિતેષભાઇ શાહ, અનિલભાઈ કપાસી, ભારત જૈન મહા મંડળના શ્રી ડાંગીજી, શ્રી મિલનભાઈ અજમેરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj