રાજકોટ,તા.29
ગત સપ્તાહ દરમ્યાન રાજકોટ સહિત રાજયમાં વિવિધ સ્થળોએ ક્રમશ: ગરમી વધવા પામી હતી. દરમ્યાન હજુ ચાલુ સપ્તાહમાં, પણ આવતા બે દિવસ સુધી ઠેર-ઠેર તાપમાન 42 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે ત્યાર બાદ તા.1 થી ફરી થોડી ઘટશે તેવું રાજય હવામાન કચેરીએ જણાવેલ છે.
દરમ્યાન ગઈ કાલે પણ રાજકોટ સૌથી ગરમ રહ્યું હતું.અને મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી, નોંધાયું હતું.તેમજ અમરેલીમાં પણ 41, ડાંગ માં 41.2, સુરેન્દ્રનગરમાં 41.1, વડોદરામાં 40.6, ભૂજમાં 40.3, ભાવનગરમાં 39.2, છોટાઉદેપુરમાં 40.3, ડિસા અને દિવમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.તેમજ જામનગર શહેરમાં છેલ્લા બે દિવસમાં મહતપ તાપમાનમાં એક ડિગ્રીની વધઘટ નોંધાઇ હતી.તો લઘુતમ તાપમાનમાં માત્ર 0.8 ડિગ્રી ઘટીને 25.8 ડિગ્રી પહોંચ્યું હતું.
જ્યારે પવનની ગતિ પ્રતિકલાક પ્રતિકલાક 10.9 નોંધાઇ હતી. જામનગર શહેરમા 28 એપ્રિલથી 1 મે સુધી વાતાવરણ સૂકું અને અંશત: વાદળછાયું રહેશે. આ સમયગાળામાં દિવસ દરમ્યાન મહતમ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું છે. જયારે મહતમ અને લઘુતમ ભેજનુ પ્રમાણ 83 ટકા રહ્યુ. આ સમયગાળામાં પવનની ગતિ 10.9 કીમી પ્રતિકલાક રહેશે. આક્રરો તાપ પડવાની શક્યતા રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy