તેલઅવીવ: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધના 200 દિવસ બાદ ગાઝા શહેરમાં ઈઝરાયેલના દળોએ જે કત્લેઆમ ચલાવી છે તેમાં અહીની યુનિસખાન હોસ્પીટલમાં એક સાથે 200 લાશો મળતા સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અમેરિકા બન્ને ભડકી ગયા છે.
ઈઝરાયેલે અહી યુદ્ધમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની સામુહિક કબર જેવી સ્થિતિ બનાવી હતી અને તેમાં અનેકના હાથ બંધાયેલા હતા અને અનેકના શરીર પર કપડા પણ ન હતા.
ઈઝરાયેલ ગાઝા ક્ષેત્રમાં સેંકડો નિર્દોષ લોકોની કત્લ કરીને હીટલર સ્ટાઈલથી સામુહિક કબરો બનાવી તેમાં તમામને દાટી દીધા છે. જો કે ઈઝરાયેલે આ આરોપને પાયાવિહોણા બનાવ્યા હતા અને કહ્યું કે ગાઝા વર્ચસ્વના ક્ષેત્રમાં પેલેસ્ટાઈન દળોએજ આ પ્રકારની સામુહિક કબર માટે વ્યવસ્થા કરી હતી.
આ હોસ્પીટલ લાંબા સમય સુધી પેલેસ્ટાઈનના કબ્જામાં હતી અને તેઓએ તેને સૈન્ય અડ્ડો બનાવી દીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy