ઈરાન પર જવાબી હુમલો ન કરવાની સલાહ આપનાર...

પશ્ચિમી રાષ્ટ્રોને ઈઝરાયેલે સંભળાવી દીધું- બદલો લઈશું, સમય અને સ્થળ અમે નકકી કરશું

World | 18 April, 2024 | 05:39 PM
ઈરાન પર હુમલો કર્યો તો અમે સક્રીય ભાગ નહીં બનીએ તેવા બાઈડન નિવેદન પર પીએમ નેતાનયાહુ ભડકયા
સાંજ સમાચાર

યેરુસલેમ (ઈઝરાયેલ) તા.18
ઈરાને તાજેતરમાં ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન મારો કર્યો અને ઈઝરાયેલે તેને નિષ્ફળ પણ બનાવ્યો હતો ત્યારે હવે ઈઝરાયેલ ઈરાનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે પરંતુ અમેરિકા સહિત પશ્ચિમ દેશો ઈઝરાયેલને બદલો ન લેવાની સલાહ આપે છે જેના જવાબમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુ તડને ફડ સંભળાવી દીધુ છે કે આપની બધી વાત સાચી પણ આખરી ફેસલો તો ઈઝરાયેલ જ લેશે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત અનેક પશ્ર્ચિમી દેશો ઈઝરાયેલને સલાહ આપી રહ્યા છે કે તે ઈરાનના હુમલાના જવાબમાં આગળની કાર્યવાહી ન કરે. જો કે આ મામલે ઈઝરાયેલના પીએમ નેતાનયાહુ કડક ફેસલો લેવાના મૂડમાં છે તેમણે બુધવારે આનો સંકેત આપતા કહ્યું હતું કે અમો બદલો લેશું, સમય અને સ્થળ અમે નકકી કરશું.

ખરેખર તો નેતાનયાહુએ આવા શબ્દો એટલા માટે ઉપયોગ કરવા પડયા છે. કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સતત કહી રહ્યા છે કે ઈઝરાયેલે હવે યુદ્ધમાં ન ઉતરવુ જોઈએ. આટલું જ નહી બાઈડેન તો એટલી હદે બોલી ગયા હતા તે જો ઈઝરાયેલે ઈરાન પર એટેક કર્યો છે.

તો અમેરિકા સક્રીય રીતે તેમાં ભાગ નહીં લે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને બેલ્જીયમે ઈરાન પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે પણ ઈઝરાયેલને આ પગલાથી સંતોષ નથી.

એક બાજુ ઈઝરાયેલ ઈરાન પર જવાબી કાર્યવાહી કરવાના મૂડમાં છે તો ઈરાનનું કહેવું છે કે જો ઈઝરાયેલે કોઈ કાર્યવાહી કરી તો અમે જવાબી કાર્યવાહી કરવામાં સેક્ધડનો પણ વિલંબ નહી કરીએ.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj