ઈન્દોરમાં કઈ નવા જુની થશે તે ખુદ મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ખબર હતી

ખજુરાહો બાદ ઈન્દોર: મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બીજી બેઠક ગુમાવી

India, Politics, Lok Sabha Election 2024 | 29 April, 2024 | 04:54 PM
♦ ખજુરાહોમાં કોંગ્રેસે સમાજવાદી પક્ષને બેઠક લડવા આપી તો તેના ઉમેદવારે પણ ફોર્મ પાછું ખેંચ્યુ હતું
સાંજ સમાચાર

♦ ઈન્દોરમાં ‘ડમી’નું ફોર્મ રદ થયુ છતા પણ કોંગ્રેસ મોવડીમંડળને કોઈ ચિંતા થઈ ન હતી

ઈન્દોર: 
લોકસભા ચૂંટણીમાં સુરતમાં જે રીતે ભાજપે એક ખૂબજ સુવ્યવસ્થિત ઓપરેશનમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીનું ફોર્મ ‘રદ’ થાય તે નિશ્ચિત કર્યુ હોવાનો આરોપ મુકાઈ રહ્યો છે તો ઈન્દોરના ઓપરેશનમાં પણ સુરતની છાંટ મળી રહી છે અને કોંગ્રેસના સતાવાર ઉમેદવાર ફોર્મ પાછું ખેંચીને તથા તેના ડમીનું ફોર્મ રદ થાય તે બન્ને સુનિશ્ચિત કરાયું હતું.

જેથી કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં જ રહેશે નહી અને પછી અન્ય નાના પક્ષો- અપક્ષોને ફોર્મ પરત ખેંચાવીને બેઠક બીનહરીફ થાય તે જોવાયુ છે. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બપ એ તો ખુલ્લેઆમ ભાજપના કૈલાસ વિજય વર્ગીયની સાથે જઈને ઉમેદવારી પાછી ખેંચી તો ડમી મોહિતસિંહ પટેલના ફોર્મમાં ક્ષતિ જણાતા તે અગાઉથી જ રદ થયું હતું. જો કે તેમનું ફોર્મ રદ થયુ તે કોંગ્રેસ માટે ચેતવણી ન બની અને કોંગ્રેસને શક છે કે ડમી ઉમેદવારે ઈરાદાપૂર્વક તેના ફોર્મમાં ‘ભુલ’ રાખી દીધી હશે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અગાઉ જ ઈન્દોર બેઠક પર ગડબડી થઈ શકે છે તેવું જણાવ્યું હતું એટલું જ નહી ગઈકાલે કોંગ્રેસના ઉમેદવાર એક ધારાસભા ક્ષેત્રમાં પહોંચ્યા પછી જયશ્રી ‘રામ’ના નારા લગાવ્યા હતા તે ભણી પણ મોવડીમંડળનું ધ્યાન ખેંચાયુ હતું.

કોંગ્રેસના ઉમેદવાર 17 વર્ષ પુર્વેના કેસમાં ફસાય હતા અને તેમાં જીવલેણ હુમલાની કલમ હાલમાં ઉમેરાઈ હતી. ઉપરાંત તેમના પર જમીનનો એક કેસ ચાલતો હતો.
મધ્યપ્રદેશમાં આ રીતે બીજી બેઠક ભાજપને ‘ભેટ’માં મળી છે. અગાઉ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે બેઠક સમજુતી મુજબ ખજુરાહો બેઠક સપાને લડવા આપી હતી. જયાં સમાજવાદી પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ થયુ હતું.

આ બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ વિષ્ણુદત શર્મા મેદાનમાં છે. તેઓને માટે સરળ થઈ ગયુ હતું. જો કે કોંગ્રેસ પક્ષે આ બેઠક પર ઓલ ઈન્ડીયા ફોરવર્ડ બ્લોકના આર.બી.પ્રજાપતીને ટેકો આપીને બાજી બગડતી બચાવવા પ્રયાસ કર્યો હતો. અહી તા.26ના રોજ મતદાન થઈ ગયુ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj