પુર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનથી બાયડન ભડકયા

જો અમેરિકા વૈશ્વિક મંચથી હટી જાય, જેમ ટ્રમ્પ ઈચ્છે છે તો વિશ્વનું નેતૃત્વ કોણ કરશે: બાયડન

World | 24 April, 2024 | 05:40 PM
સાંજ સમાચાર

વોશિંગ્ટન (અમેરિકા) તા.24
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવામાં હવે સાત મહિના બાકી રહ્યા છે ત્યારે નેતાઓમાં જુબાની જંગ છેડાયો છે. હાલમાં જ પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અપાયેલા એક નિવેદન પર રાષ્ટ્રપતિ જો બાઈડન ભડકયા છે તેમણે કહ્યું હતું કે જો અમેરિકા વૈશ્વિક મંચથી હટી જશે તો દુનિયાનું નેતૃત્વ કોણ કરશે.


ફલોરિડાના ધંધામાં એક પ્રચાર કાર્યક્રમમાં બાઈડને લોકોને પૂછયું હતું કે જો અમેરિકા વિશ્ર્વ મંચમાંથી હટી જાય તો દુનિયાનું નેતૃત્વ કોણ કરશે? બાઈડને જણાવ્યું હતું કે દરેક આંતરરાષ્ટ્રીય બેઠકમાં હું અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે ભાગ લઉં છું. પછી તે જી-7 હોય કે જી-20. બધી આંતરરાષ્ટ્રીય બેઠકોમાં લગભગ દરેક મારી પાસે આવીને મને કહે છે કે આપે જ જીતવાનું છે. મને મારા કારણે કોઈ નથી કહેતું. જીતવા માટે બલ્કે વિકલ્પના કારણે તેઓ કહે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj