અમદાવાદ,તા.24
મેક્સિકો કેટલો ખતરનાક દેશ છે તેનો અનુભવ ઈલીગલી અમેરિકા ગયેલા ઘણા ગુજરાતીઓને થયો હશે. આખી દુનિયા જાણે છે કે મેક્સિકોમાં ડ્રગ્સ સિવાય બીજો સૌથી મોટો બેનંબરી ધંધો અલગ-અલગ દેશોમાંથી આવતા લોકોને ઈલીગલી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસાડવાનો છે અને આ ધંધા પર અમુક માફિયા ગેંગ્સનું જબરજસ્ત વર્ચસ્વ છે. જોકે, મેક્સિકોની માફિયા ગેંગ્સ વચ્ચે પણ ઘણીવાર ગેંગવોર થતું રહે છે અને તેનો અંજામ ખૂબ જ ભયાનક આવતો હોય છે.
આવી જ એક ઘટનામાં માઈગ્રન્ટ્સના સ્મગલિંગના ધંધા પર પોતાનું વર્ચસ્વ જમાવવાની લડાઈમાં આઠ ડોન્કર્સના મોત થયા છે. મેક્સિકન મીડિયાના રિપોર્ટ અનુસાર ચિવાવ સિટીમાં થયેલી ગેંગવોરમાં મોતને ભેટેલા આઠેય ડોન્કર્સની બોડી અમેરિકાની બોર્ડર તરફ જતાં એક હાઈવે પરથી મળી આવી હતી.
મેક્સિકોમાં ઈમિગ્રન્ટ્સનું સ્મગ્લિંગ કરતી મોટાભાગની કાર્ટેલ્સ ડ્રગ્સના ધંધામાં પણ સંડોવાયેલા હોય છે. તેમાંય સિનાલોઆ કાર્ટેલ અને લા લિનિયા સાથે સંકળાયેલી ગેંગ્સ વચ્ચે સૌથી વધુ અથડામણ ચિવાવામાં જ થાય છે.
રવિવારે ચિવાવા સિટીથી 20 કિલોમીટર દૂર આવેલા ચિવાવા-જુઆરેઝ હાઈવે પર આઠ લોકોની બોડી હોવાના મેસેજ મળતાં પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી, જેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તમામ મૃતકો માઈગ્રન્ટ્સના સ્મગ્લિંગનું કામ કરતી ગેંગ સાથે જોડાયેલા હતા. આ તમામ લોકોની કોઈપણ ફફડી જાય તેવી ભયાનક રીતે હત્યા કરવામાં આવી હતી, તેમના શરીર પર ઈજાના સંખ્યાબંધ ઘા હતા અને તેમની બોડીને નિર્વસ્ત્ર કરીને હાઈવે પર ફેંકી દેવાઈ હતી.
આ હત્યાકાંડ પાછળ સોનોરા સ્ટેટની કુખ્યાત સિનાલોઆ કાર્ટેલનો હાથ હોવાની પોલીસને શંકા છે. પોલીસને આઠ ડોન્કર્સની બોડી જે જગ્યાએથી મળી તેનાથી થોડે દૂર એક સળગાવી દેવાયેલી વાન પણ મળી આવી હતી. પોલીસનો દાવો છે કે આ જ વાનમાં તમામ મૃતકોને લાવવામાં આવ્યા હતા.
મેક્સિકન બોર્ડર સ્ટેટ ચિવાવાની બોર્ડર ન્યૂ મેક્સિકો તેમજ ટેક્સાસને સ્પર્શે છે, જે લોકો એરિઝોના બોર્ડર ક્રોસ કરે છે તેમને પણ ચિવાવાથી સોનોરા લઈ જવામાં આવતા હોય છે.
મેક્સિકોમાં માઈગ્રન્ટ્સને બોર્ડર ક્રોસ કરાવવાના બેનંબરી ધંધાનું ટર્નઓવર અબજો ડોલરમાં થાય છે. લેટિન અમેરિકન દેશમાંથી મેક્સિકોમાં પ્રવેશેલા કે પછી સીધા ફ્લાઈટમાં ન્યૂ મેક્સિકો લેન્ડ થયેલા એક પેસેન્જરને બોર્ડર ક્રોસ કરાવવાના ડોન્કર્સ 10-20 હજાર ડોલર લેતા હોય છે.
જોકે, ડોન્કર્સ સિવાય માઈગ્રન્ટ્સને મેક્સિકોમાં ડગલેને પગલે ઉઘરાણા કરતા લોકલ માફિયા, પોલીસ તેમજ આર્મીને પણ સારી એવી રકમ ચૂકવવી પડે છે, અને જો કોઈ તેમને પૈસા આપવાની ના પાડે તો તેમને ન માત્ર ટોર્ચર કરવામાં આવે છે પરંતુ તે સિવાય પણ તેમની સાથે કલ્પના ના થઈ શકે તેવા કૃત્યો કરાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy