જામનગર તા.22
જામનગર એલસીબી પોલીસે સિક્કા પાટીયા પાસે હાઇવે રોડ ઉપર ક્રેટા કારમાં ક્રિકેટનો સટ્ટો રમતા 4 શખ્સોને પકડી પાડ્યા હતા. જેના કબ્જામાંથી રોકડ, મોબાઈલ, કાર સહીત 12.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસની પકડથી બચવા ભેજાબાજ આરોપીઓ ક્રેટા કારમાં ક્રિકેટ રમીએ રહ્યા હતા જોકે પોલીસને બાતમી મળતા તાત્કાલિક દરોડો પાડી તમામને ઉઠાવી લીધા
હતા.
જામનગર એલસીબી પોલીસના વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, કલ્પેશભાઇ મૈયડને જુગાર મામલે બાતમી મળી હતી. કે જામનગર- જામખંભાળીયા હાઇવે રોડ ઉપર સિકકા પાટીયા પાસેથી ક્રેટા કારમાં ક્રિકેટનો સટ્ટો રમાઈ રહ્યો છે. આઇ.પી.એલ ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનમા લાઇવ નિહાળી મેચની હારજીત તથા સેશન ઉપર પૈસાની હારજીત કરતા સિધ્ધાર્થભાઇ ભરતભાઇ બથીયા રહે.દ્રારકા ટી.વી.સ્ટેશન, ગોપાલવાટીકા પ્રાયમરી સ્કુલ પાસે, કિશનભાઈ વસંતલાલ મીન રહે. દ્વારકા હોમગાર્ડ ચોક, તા. દ્વારકા જી દેવભુમી દ્રારકા અને હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર રહે. નરસંગ ટેકરી દ્રારકા બસ સ્ટેશન તા.દ્રારકા જી દેવભુમી દ્રારકા અને ઇન્દ્રજીતસિંહ વેરશીભા માણેક રહે. દ્રારકા નરસંગ ટેકરી, તા.દ્રારકા રંગે હાથ ઝડપાયા હતા.
જેની તપાસમાં ગ્રાહક તરીકે ઠાકુરભાઇ પાર્થીવ, 78 નંબર, સુલતાન, પીલુ, 99 નંબર, ડોન, મોન્ટી, કમલેશભાઇ, રોકીભાઇ, 9 નંબર, ઠાકોરભાઈ, નંબર-115, 18 નંબર, 07 નંબર-, એ.બી., ટાયગરનું નામ ખુલતા તપાસ હાથ ધરી છે. પોલીસે રોકડ રૂ.3100, મોબાઇલ ફોન-06 કિ.રૂ.30000 કેટા કાર રૂ.12,000.00 સહિત કુલ મુદામાલ કિ.રૂ. 12,33,100 કબ્જે કર્યો હતો.આ કાર્યવાહીમાં પીઆઇ વી.એમ.લગારીયા તથ બી.એન ચૌધરી આર.કે.કરમટા, તથા પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ નાનજીભાઈ પટેલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, દિલીપભાઈ તલવાડીયા. શરદભાઇ પરમાર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હીરેનભાઈ વરણવા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા સુરેશભાઈ માલકિયા ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકિયા વિગેરે બરા કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy