‘આપ’ના 'જેલનો જવાબ વોટ' થીમ સોંગ સામે ચુંટણીપંચને વાંધો

India, Politics, Lok Sabha Election 2024 | 29 April, 2024 | 02:58 PM
દિલ્હીમાં નવો મોરચો ખુલ્યો: આમ આદમી પાર્ટી લડત આપશે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.29
લોકસભા ચૂંટણીમાં આજે દિલ્હીમાં ઉમેદવારીપત્ર નોંધાવવા માટેની પ્રક્રિયા વેગવંતી બની છે તે સમયે જ ગઈકાલે આમ આદમી પાર્ટીએ આ ચુંટણી માટે રચેલા થીમ સોંગ જેલ કા જવાબ વોટ સે ને ચુંટણીપંચે માન્ય ન રાખતા હવે આમ આદમી પાર્ટીએ આ મુદે ચુંટણીપંચ સામે પણ લડાઈ છેડવા તૈયારી કરી છે.

દિલ્હીના મુખ્ય ચુંટણી કાર્યાલયે આ ગીતમાં જે કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને ખાસ કરીને જેલની સામે વોટ દર્શાવતા સમયે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ એ ન્યાયીક પ્રક્રિયા છે અને તે રીતે આમ આદમી પાર્ટીએ ચુંટણીમાં ન્યાયતંત્રને ઘસડી ન શકાય તેવું જણાવીને ન્યાયતંત્ર અને પોલીસ સામે સંદેહ પેદા કરે તેવા વાકયો દુર કરવા જણાવ્યું છે.

એટલું જ નહી તેમાં આમ આદમી પાર્ટીએ સરકાર આપખુદ બની રહી છે તેવું પણ જે નિરૂપણ કર્યુ છે તેની સામે પણ વાંધો ઉઠાવ્યો છે તો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો કે લોકશાહીમાં વિપક્ષને સરકારની ટીકા કરવાનો અધિકાર છે પણ ચુંટણીપંચ તેમાં પાર્ટી બની શકે નહી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj