દુબઇમાં હવે વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બનશે: 2.9 લાખ કરોડનો ખર્ચ થશે

World | 29 April, 2024 | 05:46 PM
400 ટર્મીનલ ગેટ, પાંચ સમાંતર રન-વે હશે: વર્ષે 26 કરોડ પ્રવાસીઓને હેન્ડલ કરવાની ક્ષમતા રહેશે
સાંજ સમાચાર

દુબઇ, તા.29
દુનિયાની સૌથી ઉંચી ઇમારત સહિતના અસામાન્ય પ્રોજેક્ટો ધરાવતા દુબઇમાં હવે વિશ્ર્વનું સૌથી મોટું એરપોર્ટ બનાવાની જાહેરાત કરવામાં આવી છે. 35 અબજ ડોલર (રૂા.2.9 લાખ કરોડના ખર્ચે નિર્માણ પામનારા આ નવા એરપોર્ટમાં પાંચ સમાંતર રન-વે હશે અને 26 કરોડ પ્રવાસીઓના વહનની ક્ષમતા હશે 400 એરક્રાફટ ગેટ હશે.

દુબઇના શાસક શેખ મોહમ્મદ બીન રશિદ અલ મકટોમ દ્વારા નવા-વિશ્વના સૌથી મોટા એરપોર્ટ નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટ કરીને તેઓએ કહ્યું કે ભાવિ પેડીઓ માટે આ નિરંતર અને સતત વિકાસરૂપ પ્રોજેક્ટ હશે.

આ એરપોર્ટ પરથી વર્ષે 26 કરોડ પ્રવાસીઓનું વહન થઇ શકશે. દુબઇના વર્તમાન એરપોર્ટ કરતા તે પાંચ ગણુ મોટું જશે અને નવા એરપોર્ટના નિર્માણ પછી વર્તમાન વિમાની મથકની તમામ કામગીરી સ્થળાંતરિત કરાશે.

નવા એરપોર્ટમાં 400 એરક્રાફટ ગેટ તથા પાંચ સમાંતર રેલવે છે. પ્રથમ વખત નવી ઉડ્યન ટેકનોલોજી પણ જોવા મળશે. દુબઇ આસપાસ આખુ શહેર પણ વસાવવામાં આવશે એટલે દસ લાખ લોકો માટે આવાસની ડીમાંડ સર્જાશે. નવા એરપોર્ટનો નિર્માણ ખર્ચ 2.9 લાખ કરોડનો થશે.

દુબઇની સરકારી એરલાઇન્સ એમીરેટ્સના ચેરમેન શેખ અહેમદ બીન સઇદ અલ-માકટોને કહ્યું નવું એરપોર્ટ અલ માકટોન ઇન્ટરનેશનલ એરપોર્ટના નામથી ઓળખાશે. તમામ  એરલાઇન્સની ફ્લાઇટોની આવન-જાવન અહીંથી જ થશે. વિશ્વકક્ષાએ દુબઇ ઉડ્યન હબ તરીકે ઉભરશે. નવા એરપોર્ટની ડીઝાઇનને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj