દેવેગોડાના પૌત્ર સેકસ સ્કેન્ડલ બહાર આવતા કર્ણાટકના રાજકારણમાં જબરો ગરમાવો

India, Politics, Lok Sabha Election 2024 | 29 April, 2024 | 02:55 PM
કોંગ્રેસે તક ઝડપી લીધી: રાજય સરકારે સીટની રચના કરી: રાજયભરમાં દેખાવો: દેવેગોડાના પૌત્ર જર્મની નાસી ગયા
સાંજ સમાચાર

બેંગ્લોર,તા.29
પુર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગોડાના પૌત્ર અને હાસનના સાંસદ પ્રજવલ રેવન્નાના સેકસ સ્કેન્ડલે કર્ણાટકની રાજનીતિમાં જબરો ગરમાવો લાવી દીધો છે અને રાજયની કોંગ્રેસ સરકારે મીનીટનો પણ વિલંબ કર્યા વગર તુર્તજ આ મુદે ખાસ તપાસ ટીમ રચીને ભાજપ સાથે જોડાણ કરનાર જનતાદળ યુ ની સાથે ભાજપને પણ મુશ્કેલીમાં મુકવાનો આબાદ પ્રયાસ કર્યો છે.

તે વચ્ચે પ્રજવલા રેવન્ના સાથે જોડાયેલા સેકસ વિડીયો કલીપ કર્ણાટકમાં જબરા વાયરલ થયા છે. રેવન્નાના ઘર પર કામ કરતી એક મહિલાએ આ અંગે સતાવાર ફરિયાદ નોંધાવી છે જો કે આ સ્કેન્ડલ બહાર આવતા જ રેવન્ના તાત્કાલીક જર્મની નાસી ગયા હતા. તેઓ હાસનના સાંસદ છે અને દેવેગોડાના પૌત્ર છે. 

ઉપરાંત તે ફરી આ લોકસભા બેઠક પર ચુંટણી લડી રહ્યા છે. જો કે તા.26ના રોજ મતદાન થઈ ગયું છે અને તેથી ભાજપને તેટલી રાહત છે પરંતુ તેના પડઘા કર્ણાટકમાં જે અન્ય બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેના પર અસર પડે તેવી શકયતા છે અને રાજયભરમાં કોંગ્રેસ પક્ષે દેખાવ શરૂ કરી દીધા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj