આજનો IPL મેચ

ડી.ડી. વિરૂધ્ધ કોલકત્તા નાઇટ રાઇડર્સ :ફરી વખત રનનો વરસાદ થશે : મુકાબલો

India, Sports | 29 April, 2024 | 05:24 PM
સાંજ સમાચાર

કોલકત્તા, તા.29
છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીત્યા બાદ આત્મ વિશ્વાસથી ભરેલી દિલ્હી કેપિટલ્સ આજની મેચમાં ક્રમ જાળવી રાખવા માંગે છે. દિલ્હીની ટીમ કોલક્ત્તા નાઇટ રાઇડર્સની નબળી બોલીંગનો ફાયદો ઉઠાવીને ટેબલમાં ટોપ-4માં પહોંચવાનો પ્રયાસ કરશે.

ગૌત્તમ ગંભીરના માર્ગદર્શન હેઠળની કેકેઆરને છેલ્લી પાંચમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે તે વિનીંગ ટ્રેક પર પાછા ફરવા માંગે છે. બન્નેમાં હિટર બેટરો છે અને સારુ રમે છે. તેથી આ મેચમાં ફરી એકવાર બાઉન્ડ્રીનો વરસાદ થઇ શકે છે.

લુંગી એનગિડીની જગ્યાએ સામેલ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેજરએ મેકગર્ક દિલ્હીની ટીમનું વાતાવરણ બદલી નાખ્યું છે. મુંબઇ ઇન્ડિયન્સ સામેની છેલ્લી મેચમાં તેણે જસપ્રિત બુમરાહના પહેલા જ બોલને સિક્સર ફટકારીને પોતાની માનસિક શક્તિની ઝલક બતાવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj