અમરેલી સાયબર ક્રાઇમે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનેલા અરજદારોને રૂા.23 લાખ પરત અપાવ્યા

Local | Amreli | 27 April, 2024 | 01:48 PM
વર્ષ દરમિયાન 93 નાગરિકોએ ગુમાવેલા નાણાં પરત મળ્યા
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) 
અમરેલી, તા.27

અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધીત નાણાકીય છેતરપીંડીમાં ગયેલ નાણાં પરત અપાવવા સુચનાઓ આપેલ હોય. જેથી, પરીણામલક્ષી કામગીરી કરી અને સાયબર ક્રાઇમ સબંધીત ગુનાહીત પ્રવૃતિઅટકાવવા, નાયબ પોલીસ અધિક્ષક, ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર વી.એમ. કોલાદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. અગ્રાવત તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. કડછા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી નાગરીકોના નાણાં પરત અપાવવાની કામગીરી કરવામાં આવેલ હતી.

અમરેલી જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગત વર્ષ ર0ર3 દરમ્યાન અલગ અલગ નાગરીકોની સાથે સાયબર ક્રાઇમ નાણાકીય ફોડની અરજીઓ આવેલ હોય. આ સાયબર ક્રાઇમ નાણાકીય ફ્રોડ જેવા કે, સ્ક્રીન શેરિંગ એપ દ્વારા ફ્રોડ, આ.ટી.પી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક ફ્રોડ, આર્મીમેનનું ખોટુ નામ ધારણ કરી કરેલ ફ્રોડ હોય. આ નાગરીકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા ફેલાવવામાં આવતી જાગૃતીના લીધે, તાત્કાલિક તેમની ફરીયાદ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર-1930 પર કરેલ હોય. જેઅનુસંધાને સી.આઇ.ડી ક્રાઇમ, ગાંધીનગર દ્વારા ફ્રોડ કરનાર આરોપીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલ હતા.

જે આરોપીઓના બેંક એકાઉન્ટમાં હોલ્ડ થયેલ રકમ પરત મેળવવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલી દ્વારા અરજદારને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. ત્યાર બાદ, કોર્ટ તથા વિવિધ બેંકોના અધિકારીઓનાસહયોગથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ અરજીઓ અંગે તાત્કાલીક જીણવટભરી તપાસ કરી અને અરજદારોના નાણા પરત અપાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ હતી. આમ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલી દ્વારા કુલ 93 અરજદારોના બેંક એકાઉન્ટ માંથી ગયેલ 100% રકમ પરત અપાવી અને કુલ રૂ.ર3, 30,474 પરત અપાવવાની કામગીરી કરેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj