મહાદેવ એપના કેસમાં 32 લોકોની કરમ કુંડળી તપાસતી એજન્સી

India | 29 April, 2024 | 05:29 PM
15 હજાર કરોડના કૌભાંડની ઓનલાઇન સટ્ટાબાજ એપમાં સંડોવાયેલા 32 લોકોના બેન્ક ખાતા, મોબાઇલ ફોન વગેરેની તપાસ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.29
મહાદેવ સટ્ટાબાજી એપના મામલામાં સાહિલ ખાન સહિત 32 લોકો સામે તપાસ ચાલી રહી છે. તેમના બેન્ક ખાતા, મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ટેકનિકલ ઉપકરણોની તપાસ થઇ રહી છે. 15 હજાર કરોડ રૂપિયાના આ કૌભાંડમાં ઇડી મની લોન્ડ્રીંગ પાસાની તપાસ કરી રહી છે. જ્યારે મુંબઇ પોલીસે આ મામલે 32 લોકો પર અલગ કેસ નોંધ્યા છે.

શું છે મામલો?:- છત્તીસગઢના ભિલાઇ નિવાસી રામેશ્વર ચંદ્રાકર નગર નિગમમાં પાણીનો પંપ ચલાવનાર ઓપરેટર તરીકે કામ કરે છે. તેનો દીકરો સૌરભ (ઉ.વ. 28) ભિલાઇમાં જયુસની એક નાનકડી દુકાન ચલાવતો હતો. રવિ ઉત્પલ સાથે મળીને તેણે સટ્ટાબાજીની વેબસાઇટ અને એપ બનાવી હતી.

એજન્સીઓના રડારમાં આવ્યો:- ફેબ્રુઆરી 2023માં જ્યારે સૌરભ ચંદ્રાકરના લગ્ન થયા ત્યારે તેમાં લગભગ 200 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. મહેમાનો માટે ચાર્ટર્ડ પ્લેન લાગ્યા હતા. પાર્ટીમાં બોલીવૂડના અનેક સ્ટાર્સને બોલાવાયા હતા. લગ્ન માટે યોગેશ બાપરની કંપની આર-1 ઇવેન્ટ પ્રાઇવેટ લિ.ને હાયર કરાઇ હતી.

સૌરભ ચંદ્રાકર એકલો નથી:- આ ખેલમાં સૌરભ ચંદ્રાકર એકલો નથી. રવિ ઉત્પલને સૌરભના રાઇટ હેન્ડ બતાવવામાં આવે છે. ત્રીજું મોટું નામ રાજ ગુપ્તાનું અને ચોથો નિતિશ દીવાન છે.

અનેક દેશોમાં ફેલાયું છે નેટવર્ક:- મહાદેવ બુકને ઓનલાઇન સટ્ટાનું સૌથી મોટું પ્લેટફોર્મ માનવામાં આવે છે તેનું નેટવર્ક કોલકત્તા, ભોપાલ, મુંબઇ સહિત દેશના અનેક રાજ્યો ઉપરાંત દુબઇ અને અનેક દેશોમાં ફેલાયું છે.

એપના કથિત પ્રચાર મામલે..
અભિનેત્રી તમન્ના ભાટિયા આજે સાઈબર સેલ સામે રજૂ થશે

નવીદિલ્હી: સાઈબર સેલે ગુરૂવારે મહાદેવ ઓનલાઈન ગેમીંગ અને સટ્ટાબાજી એપ્લીકેશનની એક સહાયક એપ પર કથિત પ્રચાર કરવાના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન આપ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રી તમન્નાને તા.29મી એપ્રિલે સાઈબર સેલના અધિકારીઓ સામે રજુ થવાનું કહેવામાં આવ્યું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2023માં ફેર પ્લે સટ્ટાબાજી એપ પર કેટલીક આઈપીએલ મેચોનું ગેરકાયદે પ્રસારણ કરાયું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj