રાજકોટ, તા.23
વિછીંયાના મોટી લાખાવાડ ગામની સીમમાં એક વાડીમાં રાજકોટ રૂરલ એલસીબીની ટીમે અને એક વાડીના શેઢે ખરાબાની જગ્યામાં ચાલતી જુગાર ક્લબ પર દરોડા પડતા 16 આરોપી ઝડપાયા હતા. જેમાં રૂ.78 હજારની રોકડ કબ્જે કરાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ રૂરલ એલ.સી.બી. પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ અને પીએસઆઇ ડી.જી.બડવાની ટીમો પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન પીએસઆઇ એચ.સી.ગોહિલને બાતમી મળેલ કે વિંછીયાના મોટી લાખાવાડ ગામની સીમમાં ભાદર નદીના કાંઠે આવેલ શૈલેષભાઇ દેવશીભાઇ બાવળીયાની વાડીના રહેણાંક મકાનમાં બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જ્યાં દરોડો પડતા 10 આરોપી જુગાર રમતા ઝડપાયા હતા. જેની પાસેથી રૂ.70,200ની રોકડ જપ્ત કરાઈ હતી.
આરોપીમાં (1) કાના મામૈયા રાઠોડ રહે-તુરખા, તા-જી-બોટાદ (2) રમેશ ધીરુ ગઢાદરા રહે-અમરાપુર, તા- વિંછીયા (3) રવિ મનસુખ વાલાણી રહે-મોટીલાખાવાડ (4) અરવિંદ છગન માલકીયા રહે-ચોબારી, તા-ચોટીલા (5) પ્રવિણ ભુપત બાવળીયા રહે- મોટીલાખાવાડ (6) જીવરાજ રવજી મેણીયા રહે-મોટી લાખાવાડ (7) હસમુખ વિનુ ઓળકીયા રહે-રામપરા, તા-ચોટીલા (8) વિજય રાજા ઝાપડીયા રહે-નાના હરણીયા,તા.સાયલા (9) વિરમ ભુપત ઝાપડીયા રહે.નાના હરણીયા, તા. સાયલા, (10) વિપુલભાઇ ધીરૂભાઇ ચૌહાણ રહે.છાસિયા તા.વિછીંયાનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન વાડી માલિક શૈલેષભાઇ સ્થળ પર હાજર ન હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એ.એસ.આઇ. અમિતસિંહ જાડેજા, હેડ.કોન્સ. ધર્મેશભાઇ બાવળીયા, જીતેન્દ્રભાઈ ગોહિલ, કોન્સ્ટેબલ મથુરભાઇ વાસાણી, ભાવેશભાઇ મકવાણા, રસિકભાઇ જમોડ તથા ઘનશ્યામસિંહ જાડેજા ફરજ પર રહ્યા હતા. વિંછીયા પોલીસે મોટી લાખાવડ ગામે મથુરભાઈ કાળુભાઈ વાલાણીની વાડીના શેઢે ખરાબામાં જુગાર રમતા મથુર કાળુ વાલાણી, જગદીશ કાળુભાઇ વાલાણી, રમેશ સાંમત પંચાળા (રહે.ખારચીયા, તા.વિંછીયા), લાલજી રામજી ખીહડીયા (રહે.ચીરોડા ભાદર, તા.ચોટીલા), લાખા જીવરાજ વાલાણી (રહે.મોટી લખાવડ) અને ઈશ્ર્વર માનસંગ વાલાણી (રહે.મોટી લાખાવડ)ને ઝડપી લઈ 28,100ની રોકડ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન 3 લોકો નાસી છૂટ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy