વોશિંગ્ટન,તા.26
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની અથડામણના પગલે ઈરાન ભવિષ્યમાં તેના અણુ કાર્યક્રમો સહિતની લશ્કરી તૈયારીઓને વેગ આપી શકે છે તેવા સંકેત વચ્ચે અમેરિકાએ ઈરાન પર લાદેલા પ્રતિબંધમાં ત્રણ ભારતીય કંપનીઓને પણ હવે અમેરિકામાં બિઝનેસ કરવા પર પ્રતિબંધીત કરી દીધી છે.
ઈરાન સાથે કારોબાર કરનાર વિશ્વની 12 જેટલી કંપનીઓને અમેરિકાએ પ્રતિબંધીત કર્યુ તેમાં ત્રણ ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે અને અમેરિકાએ એવો આરોપ મુકયો હતો કે યુક્રેન યુદ્ધમાં રશિયાને જે ડ્રોન ઈરાને વેચ્યા હતા તેમાં આ ભારતીય કંપનીઓએ સોદો પાર પાડવામાં સહાયતા કરી હતી.
અમેરિકી ટ્રેઝરી વિભાગના જણાવ્યા મુજબ ભારતની સહારા ઠંડર સહિતની કંપનીઓએ ઈરાનને ડ્રોન રશિયા સહિતના દેશોને વેચવામાં મદદ કરી હતી. અન્ય કંપનીઓમાં ભારત સ્થિત ઝેન શીપીંગ એન્ડ પોર્ટ ઈન્ડીયા પ્રા.લી. અને સહારા ઠંડર એ કુક આઈસલેન્ડના જહાજને ચાર્ટર કર્યુ હતું.
એટલું જ નહી યુએઈ સ્થિત સીઝ શીપીંગ મેનેજમેન્ટ કંપની પણ તેમાં સંકડાઈ હતી અને ઈરાન સ્થિત કંપનીને સાથે આ ડ્રોનના પરિવહન સહિતની પ્રક્રિયામાં મદદ કરી હતી. આ ઉપરાંત આર્ટ શીપ મેનેજમેન્ટ પ્રા.લી.કંપનીએ પણ યુએઈમાં રહેલી કંપનીઓ મારફત ઈરાન અને રશિયાની ડીલમાં મદદ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy