જેતપુરમાં જૂનાગઢ રોડ પર આવેલ મોટર કાર સર્વિસ ગેરેજ મા અચાનક આગ લાગતા ત્રણ જેટલી મોટર કાર બળી ને ખાખ થઈ ગયેલ હતી. નગર પાલીકા ના ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાયેલ હતી .
આ બનાવમાં લાવેલ પ્રથમ બે ફાયર ટેન્કર આવેલ જેમાં પાણી જ ખલાસ થઈ ગયેલ જયારે ત્રીજો ફાયર ટેન્કર આવેલ જેમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં આવે એટલા મા તો ત્રણ જેટલી મોટર કાર સળગી ગયેલ હતી.
જૂનાગઢ રોડ પર આવેલ જય ખોડીયાર મોટર સર્વિસ મા અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી જેમાં નગર પાલીકા ના ફાયર ટેન્કર આવેલ એમાં પાણી ખલાસ થઈ જવા થી સ્થાનિક લોકો સ્થળ પર હોય લોકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક થવા પામી હતી.
(તસ્વીર / અહેવાલ : દિલીપ તનવાણી)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy