જેતપુરમાં પતિનો પરિણીત મિત્ર હવસ ભૂખ્યો બન્યો

લગ્ન પહેલાંના ફોટા જાહેર કરવાની ધમકી આપી શરીર સબંધ બાંધવાનું કહેતાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

Crime | Rajkot | 29 April, 2024 | 11:49 AM
♦ પ્રેમલગ્ન કરનાર યુવતીએ લગ્ન પહેલાં મિત્ર સાથે પાડેલા ફોટા આરોપીના હાથમાં આવી જતાં સ્નેપચેટમાં બ્લેકમેઇલીંગ શરૂ કરતાં રિસામણે જવાનો વારો આવ્યો
સાંજ સમાચાર

♦ અંતે કંટાળીને ફિનાઇલ પી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો: સારવારમાં ખસેડાઈ: જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

 

રાજકોટ. તા.29
જેતપુરમાં પતિનો હવસખોર પરિણીત મિત્રએ પરિણીતાના લગ્ન પહેલાં મિત્ર સાથે પડેલા ફોટા આરોપીના હાથમાં આવી જતાં સ્નેપચેટમાં બ્લેકમેઇલીંગ શરૂ કરી શરીર સબંધ બાંધવાનું કહેતાં  તેણીને રિસામણે જવાનો વારો આવ્યો હતો. અંતે કંટાળીને ફિનાઇલ પી ફાંસો ખાવાનો પ્રયાસ કરતા4 સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

બનાવ અંગે જેતપુરમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હિમાંશુ મનસુખ મકવાણા (રહે. ખોડપરા, જેતપુર) નું નામ આપતાં જેતપુર સીટી પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાલ તે તેની માતાના ઘરે બે દિવસથી રીસામણે આવેલ છે. તેણીએ આશરે ચારેક વર્ષ પહેલા પ્રેમલગ્ન જેતપુરના યુવક સાથે કરેલ હતાં. લગ્ન પહેલા તેમને એક યુવક સાથે મીત્રતા હતી. ત્યારે બન્નેના ફોટા મિત્રએ બે વર્ષ પહેલા ઇસ્ટ્રાગ્રામમાં મુકેલ હતાં. 

લગ્ન બાદ તેણીના પતિનો મિત્ર હિમાંશુ  મકવાણા જાતે.કોળી અવાર-નવાર તેણીના પતિ સાથે આવતો હતો. જેથી અરોપીની પત્ની તેણીની  બહેનપણી બની ગયેલ હતી. જેથી એક-બીજાના ઘરે આવવા જવાના સબંધો હતા. દરમિયાન તેઓ પતિ-પત્ની આરોપી હિમાંશુ અને તેની પત્ની સાથે છ મહિના પહેલાં રાજેસ્થાન ફરવા ગયેલ હતા.

ત્યારબાદ આરોપીને તેણીના લગ્ન અગાઉના મીત્રએ  ફોટો અને સ્ટોરી કયાંકથી મળી ગયેલ ત્યારથી તે તેણી સાથે સ્નેપચેટ મારફતે મેસેજ તથા કોલીંગ દ્રારા શારીરીક સબંધ બાંધવા માટે અવાર-નવાર તેણીનો સંપર્ક કરતો હતો અને મેસેજ દ્રારા કહેતો હતો કે, જો તુ મારી સાથે સબંધ નહી રાખે તો તારા અને તારા મિત્રના ફોટો અને સ્ટોરી બાબતે તારા પતિને જાણ કરી દઇશ તેવી ધમકી આપી તેણીનું લગ્ન જીવન બરબાદ કરવા માંગતો હતો અને શારીરીક સંબંધ બાધવાનુ કહેતો હોય જેથી  કંટાળીને ગઈકાલે બપોરના માનસીક તણાવમા આવી તેણીના માતાના ઘરે ફિનાઇલની એક ઘુટડો  પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ લગ્ન જીવન પુરૂ થઇ જશે તેવા ભયથી તેણીએ જીવન પુરૂ કરી નાંખવા માટે રૂમ બંધ કરી અંદરથી સ્ટોપર લગાવી મારો ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેણીના મામાએ રૂમની બારી તોડી અંદર આવી બચાવી સારવારમાં જેતપુર હોસ્પિટલે ખસેડેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપી હિમાંશુ મકવાણાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj