કોંકણ હાફૂસ કેરી ઉત્પાદક-વિક્રેતા સહકારી સમિતિએ કોડ જાહેર કર્યા

કયુઆર કોડ બતાવશે કે હાફૂસ કેરી અસલી છે કે નકલી

India, Off-beat | 19 April, 2024 | 11:26 AM
કોડ સ્કેન કરતાં જ ખબર પડી જશે કેરીની એકસપાયરી ડેટ-પેકીંગ ડેટ અને ખેડૂતનાં બારામાં
સાંજ સમાચાર

મુંબઈ,તા.19
જીઆઈ ટેગવાળી કોંકણની હાફુસ કેરીના નામે છેતરપીંડી રોકવા માટે હવે નવા કયુઆર કોડનો ઉપયોગ થશે.કોંકણ હાફુસ કેરી ઉત્પાદક અને વિક્રેતા સહકારી સમિતિએ જીઆઈ રજીસ્ટર્ડ ખેડુતોને કોડ ઉપલબ્ધ કરાવ્યા છે. આથી ગ્રાહકોને ખબર પડી જશે કે કેરી અસલી છે કે નકલી. જોકે વાસી એવીએમપી માર્કેટમાં આ કેરી હજુ વેચાવા માટે આવી નથી. ફરીયાદો મળી છે કે હાફુસના નામે કર્ણાટકની કેરીઓ વેચવામાં આવી રહી છે.

કોંકણની દેવગઢ હાફુસ કેરીને મહત્વ જાળવી રાખવા માટે ડો.વિવેક ભીડેનાં નેતૃત્વમાં હાફુસ ઉત્પાદક સંગઠનોએ બે વર્ષ પહેલા કયુઆર કોડ પ્રણાલી શરૂ કરી હતી. શરૂઆતમાં અનેક પડકારો આવેલા કોડનો બીજીવાર ઉપયોગની આશંકા હતી. આ વર્ષે નવા કોડ તૈયાર કરવામાં આવ્યા છે. તેના બીજીવાર ઉપયોગનાં ચાન્સ ઓછા છે.
એપીએમસી જુએ છે રાહ:

નવી મૂંબઈના કેરીના વેપારી સુનિલ કેવટે જણાવ્યું હતું કે એપીએમસી ફળ બજારમાં કોંકણ કેરીની આવક તો વધી ગઈ છે પણ જેટલા કયુઆર કોડ ખેડુતોને મળ્યા છે તે ઓછા છે.આ સ્થિતિમાં કયુઆર કોડવાળી કેરી હજુ આવી નથી.

આમ કે આમ કિસાનો કો સહી દામ!
મહારાષ્ટ્ર રાજય કેરી ઉત્પાદક સંઘના અધ્યક્ષ ચંદ્રકાંત મોકલે કહ્યું હતું કે નકલી કેરીની આવક રોકવા માટે કોંકણમાં જ હાફુસની બ્રાન્ડીંગ કરવામાં આવી રહી છે. અમે એપીએમસી વેપારીઓને માર્કેટીંગ વિભાગ મારફત આ દિશામાં નિર્દેશ કરવાની માંગ કરી છે. જેથી ખેડૂતોને સાચા ભાવ મળે અને ગ્રાહકોને અસલી હાફુસ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj