આરબીઆઈ નિયમોમાં ફેરફાર કરી બેન્કોને વિશેષ અધિકાર આપવાની તૈયારીમાં

સાઈબર ઠગાઈમાં ઉપયોગ થતા શંકાસ્પદ ખાતા હવે ખુદ બેન્ક બંધ કરી શકશે

India | 27 April, 2024 | 10:13 AM
બેન્કોને મળનારા વિશેષ અધિકારથી સાઈબર ઠગાઈ ઘટશે સાથે ભોગ બનેલાઓને રાહત થશે, પોલીસ સ્ટેશનના ચકકર નહીં કાપવા પડે
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.27

સાઈબર છેતરપીંડી પર અંકુશ લાવવા માટે આરબીઆઈ મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. જે અંતર્ગત બેન્કોને સાઈબર અપરાધમાં ઉપયોગ થતા શંકાસ્પદ ખાતાઓને અસ્થાયી રીતે બંધ કરવાની મંજુરી મળી શકશે, જેના માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવશે.

જાણવા મળતી વિગત મુજબ આરબીઆઈ, ગૃહ મંત્રાલયની સાઈબર છેતરપીંડી સાથે લડતી એજન્સીને મળેલ જાણકારીના આધારે બેન્કો માટે પોતાની ગાઈડલાઈનમાં સુધારો કરશે. તેના માટે બેન્કોને ખાસ વધારાના અધિકાર આપવામાં આવશે, જેથી તાત્કાલિક અસરથી શંકાસ્પદ બેન્ક ખાતા બંધ કરી શકાય. હાલમાં બેન્ક, પોલીસ દ્વારા સાઈબર અપરાધનો રિપોર્ટ નોંધાયા બાદ જ શંકાસ્પદ ખાતા બંધ કરાય છે.

સરકારી આંકડા મુજબ વર્ષ 2021થી અત્યાર સુધીમાં સાઈબર છેતરપીંડીથી શંકાસ્પદ ખાતામાં લગભગ 1.26 અબજ ડોલરની રકમ આવી છે, જયારે દરરોજ લગભગ ચાર હજાર છેતરપીંડી વાળા ખાતા ખોલવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનામાં સરકારે પૈસા કાઢવા માટે ઉપયોગ કરાયેલ લગભગ 2.5 લાખ ખાતાને સસ્પેન્ડ કરાયા છે.

ઠગાઈનો શિકાર બનેલાઓને મોટી રાહત મળશે: સાઈબર ઠગાઈનો ભોગ બનેલા લોકોને પહેલા પોલીસને કે સાઈબર અપરાધ શાખાને રિપોર્ટ નોંધાવવો પડતો હતો. આ પ્રક્રિયામાં દિવસો લાગી જતા હોય છે, નવી વ્યવસ્થામાં પીડિતને પોલીસમાં ફરિયાદ કરવાની જરૂરત નહીં રહે.

શંકાસ્પદ લેવડ-દેવડ વાળા ખાતા પર વોચ વધી: સાઈબર છેતરપીંડી અને શંકાસ્પદ લેવડ દેવડમાં સામેલ ખાતા પર બેન્કોએ સકંજો કસ્યો છે. હાલમાં જ કેટલીક બેન્કોએ આવા અનેક ખાતાઓને બ્લોક કરી દીધા છે. આવા ખાતાને ‘મની મ્યુલ’ ખાતા કહેવાય છે.

એચડીએફસી બેન્ક સહિત ઓછામાં ઓછી પાંચ ભારતીય બેન્કો આવા મની મ્યુલ ખાતા પર વોચ રાખી છે. આવા ખાતાની બાદમાં તપાસ થાય છે.

ગ્રાહકોને હવે ડિઝીટલ ધીરાણ પ્રોડકટસની પૂરા વિગત મળશે
પારદર્શિતા વધારવા RBIએ મુસદો રજુ કર્યો

મુંબઈ:  ડીઝીટલ ધિરાણની પ્રોડકટસમાં પારદર્શિતા વધારવા અને ગ્રાહકોનાં હિતોને સુરક્ષીત કરવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ શુક્રવારે નિયામક માળખાના મુસદા પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે ધીરાણ સેવા આપનારાઓ (એલએસપી)એ પોતાની પાસે ઉપલબ્ધ બધા ઋણ પ્રસ્તાવોની જાણકારી કરજદારોને આપવી પડશે.

જેથી તેમનાં માટે નિર્ણય લેવો સરળ બનશે.આરબીઆઈએ આ મુસદા પ્રસ્તાવ પર 31 મે સુધી વિભીન્ન પક્ષો પાસેથી ટીપ્પણીઓ અને સુચનો મગાવ્યા છે. આ ડિઝીટલ વિગતમાં લોનની ઓફર કરતા એકમનું નામ, ઋણની રકમ અને સમય ગાળા ઉપરાંત વાર્ષિક ટકાવારી તેમજ અન્ય શરતોની જાણકારી હોવી જોઈએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj