નવી દિલ્હી,તા.29
સુર્ય એ પોતાની આણ ફેલાવવાનું શરૂ કરી દીધુ છે. દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશીયામાં લાખો લોકો ભીષણ તાપમાનનો લોકો સામનો કરી રહ્યા છે. ફીલીપાઈન્સ, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, ભારત, દક્ષિણ ચીન ચરમ હવામાનની ઝપટમાં છે.
ફિલીપાઈન્સ: સ્કુલોમાં રજા:
રાજધાની મનીલા સહિત પૂરા દેશમાં હજારો સ્કુલોમાં ગરમીના કારણે રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. સંયુકત રાષ્ટ્ર અનુસાર દેશનાં 82 રાજયોમાં અડધા રાજયો દુકાળનો સામનો કરી રહ્યા છે.
ભારત:ગરમીએ ચિંતા વધારી:
ભારતમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે.ચૂંટણી પંચે ચર્ચા કરી હતી કે, મતદાતાઓ પર ગરમીની અસરને કેવી રીતે ઓછી કરી શકાય. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બુધવારે પ્રચાર દરમ્યાન બેભાન થઈ ગયા હતા.
થાઈલેન્ડ: લુથી 30 લોકોનાં મોત:
બેન્કોકમાં બુધવારે તાપમાન 40.1 ડીગ્રીએ પહોંચ્યુ હતું અને આગળ પર ડીગ્રીએ પહોંચવાની ચેતવણી અપાઈ છે. અહી લુથી અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચુકયા છે. લોકોને બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
બાંગ્લાદેશમાં સ્કુલો બંધ કરવી પડી:
બાંગ્લાદેશમાં ગરમીનો ત્રાસ વધવા લાગ્યો છે.દેશના કેટલાંક ક્ષેત્રોમાં તાપમાન 40 થી 42 ડીગ્રી સેલ્સીયલ પહોંચી ગયુ છે. ગરમીને જોતા બાંગ્લાદેશે પણ આ સપ્તાહે સ્કુલો બંધ કરવાનો નિર્ણય લેવો પડયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy